એઇડ્સ કરતાં પણ વધુ ખતરનાક છે આ બીમારી, શરીરમાં દેખાય આવા સંકેત તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો

0
2824

ઘણા લોકો એવા હોય છે જે લાઇફસ્ટાઇલની સાથે પોતાની તબિયતનું ધ્યાન નથી રાખી શકતા. આવામાં તેમને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આવી જ બીમારીઓમાં એક બીમારી વિશે અમે તમને જણાવીશું જે હકીકતમાં એઇડ્સ જેવી ગંભીર બીમારી કરતાં પણ વધારે ભયાનક છે. WHO દ્વારા કરવામાં આવેલ એક રિસર્ચ પ્રમાણે વૈશ્વિક સ્તર પર એઇડ્સથી પણ વધારે મૃત્યુ હેપેટાઈટિસ B ને લીધે થાય છે.

આ વાઇરસ શરીરમાં ઇન્ફેકટેડ લોહીના ટ્રાન્સફર કરવાથી અથવા તો ઇન્ફેકટેડ પાર્ટનર સાથે ઇન્ટરકોર્સ કરવાથી થાય છે. રિસર્ચ પ્રમાણે આ કારણને લીધે જ લિવરમાં ઇન્ફેકશન ફેલાય જાય છે. સાથે જ લીવર ફેઇલ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવા લાગે છે. આ બીમારીને ખૂબ જ ખતરનાક માનવમાં આવે છે. આ એવી બીમારી છે જે શરીરમાં HBV વાઇરસ ફેલાવને લીધે થાય છે.

આ બીમારીને તમારે સમજવી હોય તો પહેલા તેના સંકેતોને સમજી લો. પેશાબ નો રંગ બ્રાઉન અને ઓરેંજ થઈ જાય છે, આંખો પીળી પડી જાય છે, લાંબા સમય સુધી બીમાર રહે છે, સતત ઘણા મહિનાઓ સુધી શરીરમાં થાક અને કમજોરી લાગે છે, વારંવાર ઉલ્ટી થાય છે. જો તમને પણ આ સંકેતો નજર આવે છે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

મોટા ભાગના યુવાન લોકો આ ગંભીર સંક્રમણથી કોઈપણ ઈલાજ વગર જ ઠીક થઈ જાય છે. બાળકો અને વૃધ્ધ કે જેમને હેપેટાઈટિસ Bનું સંક્રમણ થાય છે તેમના માટે વર્તમાન સમયમાં કોઈ ઈલાજ ઉપલબ્ધ નથી. પરંતુ સારી વાત એ છે કે એવો ઈલાજ જરૂર ઉપલબ્ધ છે કે જેના લીધે લીવરમાં વાઇરસ ફેલાવવાની ગતિને ધીમી કરી શકાય છે. જેના કારણે હેપેટાઈટિસ B ના વાઇરસ ઓછી સંખ્યામાં પેદા થશે તો લીવરને ઓછું નુકશાન કરશે. ક્યારેક ક્યારેક આ દવાઓથી વાઇરસને સંપૂર્ણ ખતમ પણ કરી શકાય છે, જો કે દરેક સમયે આવું નહીં બનતું.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here