અહિયાં પૈસા આપીને ખરીદવામાં આવે છે દુલ્હન, દર વર્ષે થાય છે અહી “દુલ્હન મેળો”

0
971

સામાન્ય રીતે આપણે બજારમાં આપની રોજીંદી વસ્તુઓ ખરીદવા માટે જતાં હોય છીએ. પણ શું તમને ખબર છે કે દુલ્હન પણ કોઈ એક બજારમાં વેચાય છે. દુનિયામાં પણ અજબ ગજબ કિસ્સાઓ સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દુલ્હન વેચવા માટેનું બજાર પણ છે. આ કોઈ ગેરકાનૂની બજાર નથી પણ સંપૂર્ણ કાયદેસર રીતે આ બજાર ભરાય છે અને ત્યાં દુલ્હન વેચવા માટે બોલી બોલવામાં આવે છે.

આ વાત જાણીને તમને આશ્ચર્ય થશે પરંતુ આ વાત એકદમ સાચી છે. આ દુલ્હન વેચવા માટેનો મેળો યુરોપમાં બુલ્ગારિયામાં વર્ષમાં ત્રણ વખત થાય છે. અહીય આવીને તમે તમારી પસંદગીની દુલ્હન પસંદ કરીને તેની સાથે લગ્ન કરી શકો છો અને તેને પોતાની પત્ની બનાવી શકો છો.

આ દુલ્હન મેળો ગરીબ પરિવારો માટે થાય છે જેની આર્થિક પરિસ્થિતી સારી ના હોય અને પોતાની દિકરીના લગ્નનો ખર્ચ ઉઠાવી શકે તેમ ના હોય. રિપોર્ટ અનુસાર આ મેળો બુલગારિયાની કલાઇદાજી સમુદાય દ્વારા કરવામાં આવે છે. સમુદાય સિવાય કોઈ બહારની વ્યક્તિ દુલ્હન નથી ખરીદી શકતો. આ ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિ એવી નથી હોતી કે તે પોતાની દિકરીના લગ્નો ખર્ચ ઉઠાવી શકે.

બજારમાં છોકરીઓને દુલહનના પોષકમાં જ શણગાર કરીને લાવવામાં આવે છે. આ દુલ્હનોમાં દરેક ઉંમરની છોકરીઓ સામેલ હોય છે. દુલ્હન ખરીદવા માટે છોકરની સાથે તેના પરિવારના લોકો પણ આવે છે, છોકરાને દુલ્હન પસંદ આવ્યા બાદ તેમણે વાત કરવાનો મોકો પણ આપવામાં આવે છે.

ગરીબ પરિવારો માટે કરવામાં આવતા આ દુલ્હન મેળો ઘણા સમયથી ચાલ્યો આવે છે અને તેના પર કોઈ કાનૂની રોક પણ નથી. અહી આવતા દુલ્હન અને દુલ્હા બંનેને પોતાની સાથે તેના પરિવારના કોઈ સભ્યને સાથે લાવવું જરૂરી છે. છોકરાને કોઈ દુલ્હન પસંદ આવી તો તેના પરિવારના સભ્યોએ પણ તેને પોતાના ઘરની વહુ માનવી જરૂરી છે અને આ નિયમની સખ્તાઈ થી પાલન કરવામાં આવે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here