દેવીમાંના ચમત્કાર અને તેના મહિમાથી અહીં કોઈ અજ્ઞાન નથી. બધા ને જાણકારી છે જ કે મા દેવી દુર્ગાના ઘણા બધા મંદિર છે જે ખૂબ જ ચમત્કારી પણ છે. જ્યાં વ્યક્તિને આશ્ચર્ય જનક ચીજવસ્તુઓ પણ થાય છે અને તેનાથી શ્રદ્ધા પણ ખૂબ જ વધી જાય છે. એમ તો દુનિયામાં ઘણા બધા એવા ચમત્કારી મંદિર છે અને દરેક મંદિરની પોતાની અલગ અલગ વિશેષતા છે.
અહીં બધા મંદિરોમાંથી એક મંદિર મધ્યપ્રદેશમાં રાયસલ જિલ્લાનું ગામ ગુદાવલમા છે. આ ગામ રાયસલ થી 30 કિલોમીટર દૂર આવેલું છે. અહીં દેવી માનુ મંદિર આવેલું છે કે જ્યાં ચમત્કાર થાય છે. માતાજીની અહીં ચમત્કારી મૂર્તિ દેશમાં નહીં પણ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. મંદિરની ખાસ વાત એ છે કે અહીં બિરાજમાન માતાજી ને ગરદન વાંકી છે અને તે અચાનક સીધી થઈ જાય છે.
આ ચમત્કાર જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉપસ્થિત પણ થાય છે અને તે પણ કહેવામાં આવે છે કે કોઇ ભક્ત નવરાત્રિના દિવસોમાં માતાજીની ગરદનને સીધી જોવા મળે છે. તેના દરેક કાર્ય સંપૂર્ણ થાય છે પણ આ સૌભાગ્ય વાળા ને જ પ્રાપ્ત થાય છે. રાયસન માં આવેલું આ મંદિર કંકાલી નામના મંદિર તરીકે પ્રસિદ્ધ છે અને મંદિરમાં માં કાલી ની મૂર્તિ સ્થાપિત છે.
અહીં આ માં કાલીનું મંદિર પ્રાચીન છે. અહીં માકાલી ની 20 ભુજાઓ વાડી મૂર્તિ ની સાથે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશની પ્રતિમાઓ પણ છે. અહીં આખું વર્ષ ભક્તોની ભીડ જોવા મળે છે પણ નવરાત્રિ દરમિયાન ભક્તોની ભીડ માં ખૂબ જ વધારો થઇ જાય છે. હર્યાભર્યા જંગલોની વચ્ચે આ મંદિર આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. અહીં 45 ડિગ્રી વડેલી ગરદન સીધી થઈ જાય છે. નવરાત્રી દરમિયાન અહીં માતાજીની 45 ડિગ્રી વડેલી ગરદન થોડી ક્ષણો માટે સીધી થઈ જાય છે.
આ ચમત્કાર જોવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. અહીં માનવામાં આવે છે કે મહાદેવી થી સંકળાયેલી બીજી એક માન્યતા છે કે જે સ્ત્રીઓને સંતાન સુખ ના હોય તે અહીં આ મંદિરમાં આવીને ગોબર થી ઊંધા હાથની છાપ પાડવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. મનોકામના પૂર્ણ થયા પછી અહીં હાથોની સીધી છાપ પાડી દેવામાં આવે છે. અહીં હાથના હજારો નિશાન જોવા મળે છે અને નવરાત્રિમાં ખૂબ જ વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે.