અહિયાં બધાની સામે કરવામાં આવે છે દુલહનનો વર્જિનિટી ટેસ્ટ, ફેઇલ થવા પર આપવામાં આવે છે ભયાનક સજા

0
1327

આજે પણ આપણા દેશમાં એવા રીતિરિવાજો છે જે માનવતા માટે શરમજનક છે. આવી જ એક પરંપરા અને રીતિ-રિવાજ કંજરભટ સમુદાય દ્વારા નિભાવવામાં આવે છે. પ્રથા અનુસાર ગામની પંચાયત દુલ્હા-દુલ્હનને સુહાગરાત માટે સફેદ ચાદર આપે છે. આગલી સવારના રોજ ચાદર પર લાલ નિશાન મળે તો દુલ્હન વર્જિનિટી ટેસ્ટમાં પાસ થઈ જાય છે.

કંજરભટ સમુદાયની આ પ્રથા નો બહિષ્કાર ઘણી વખત કરવામાં આવેલ હતો પરંતુ આજે પણ આ સમુદાય સાથે જોડાયેલા થોડા કટ્ટર લોકો આ પ્રથાને નિભાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિતેલા વર્ષોમાં લગ્નની રાતના યુવતીની કુવારી હોવાની તપાસ થનાર આ કુપ્રથા વિરુદ્ધ કંજરભટ સમુદાયે વિરોધ કર્યો હતો. આ વિરોધ શરૂ કરવામાં એવી યુવતીનો હાથ હતો જે પોતે આ કુપ્રથા નો શિકાર બની ચૂકી હતી.

આ સમુદાયમાં લગ્ન કરવા યુવકો માટે ભલે ખુશીની વાત હોય પરંતુ યુવતીઓ માટે તે ખૂબ જ વધારે દુઃખની વાત ગણવામાં આવે છે. આશ્વર્યની વાત તો એ છે કે લગ્ન પછીના દિવસે પંચાયતની બેઠક બોલાવવામાં આવે છે. જ્યાં યુવકને પૂછવામાં આવે છે કે યુવતીનું ચરિત્ર ઠીક છે કે નહીં. બેડ પર પાથરવામાં આવેલ સફેદ કાપડ પંચાયતને સોંપવામાં આવે છે. તેના પર લોહીના નિશાન હોય તો પંચાત આ લગ્નને માન્યતા આપે છે. પરંતુ જો તેના પર લોહીના નિશાન ના હોય તો યુવતીને તેના માતા-પિતાના ઘરે પરત મોકલી દેવામાં આવે છે.

ફરી ક્યારેય એ યુવતીના લગ્ન નથી થઈ શકતા. એવું કહેવું ખોટું નહીં થાય કે આ પ્રથાના નામ પર યુવતીઓ સાથે શોષણ કરવામાં આવે છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર તેમના વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થવા પર કપડા ઉતારવા, તેમનું યોન શોષણ કરવું, ગરમ તેલમાં થી સિક્કા કાઢવાનું કહેવું જેવી સજા આપવામાં આવે છે. જાણકારી માટે બતાવી દઇએ કે આ સમુદાયમાં અંદાજે 2.5 લાખ સદસ્ય છે જે મોટાભાગના સંગમનેર, સાંગલી અને પુણા જિલ્લામાં વસેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here