અહિયાં આવેલું છે હનુમાનજી દ્વારા સ્થાપિત શનિદેવનું મંદિર, અહી શનિદેવની મુર્તિ છે વાસ્તવિક, અત્યાર સુધી કોઈપણ ભક્ત મનોકામના પૂર્ણ થયા વગર પાછો નથી ફર્યો

0
1508

મધ્યપ્રદેશમાં ગ્વાલિયર નજીક એંટી ગામમાં શનિદેવનાં મંદિરનુ વિષેશ મહત્વ છે. દેશના સૌથી પ્રાચીન ત્રેતાયુગીન શનિ મંદિરમાં પ્રતિષ્ઠિત શનિદેવની પ્રતિમા પણ વિષેશ છે. એવું માનવમાં આવે છે કે આ પ્રતિમા આકાશમાંથી પડેલા એક ઉલ્કાપિંડ માંથી નિર્મિત છે. જ્યોતિષ અને ખગોલશાસ્ત્રી પણ એવું માને છે કે શનિ પર્વત પર નિર્જન વન માં સ્થાપિત હોવાને લીધે આ સ્થાન વિષેશ પ્રભાવશાળી છે. મહારાષ્ટ્રના શનિ મંદિરમાં પ્રતિષ્ઠિત શનિ શીલા પણ આ જ શનિ પર્વત પરથી લાવવામાં આવી છે.

માનવમાં આવે છે કે શનિશ્ચરા સ્થીત શનિ મંદિરનુ નિર્માણ રાજા વિક્રમાદિત્ય એ કરાવ્યુ હતું. શિંધિયા શાસકો દ્વારા જેનો જીર્ણોધ્ધર કરવામાં આવેલો હતો. રિયાસતકાલીન દસ્તાવેજો પરથી જાણી શકાય છે કે ૧૮૦૮માં તત્કાલિન મહારાજા દૌલતરાવ સિંધિયાએ મંદિરની વ્યવસ્થા માટે પોતાની દેખરેખમાં રાખેલ હતું.

તત્કાલિન મહારાજા દૌલતરાવ સિંધિયાએ ૧૯૪૫માં આ દેવસ્થાન ઔકાફ બોર્ડ ઓફ ટ્રસ્ટીને સોંપી દીધું હતું ત્યારથી આ દેવસ્થાનની દેખરેખ ઔકાફ બોર્ડ ઓફ ટ્રસ્ટી (મધ્યપ્રદેશ સરકાર અંતર્ગત) પ્રબંધન માં છે. વર્તમાન સમયમાં આ મંદિરનુ પ્રબંધન જિલ્લા પ્રસશાન મુરૈના દ્વારા કરવામાં આવે છે.

પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે બીજા ઘણા દેવતાઓની સાથે રાવણે શનિદેવને પણ કેદ કરી લીધા હતા. જ્યારે હનુમાનજી લંકા સળગાવવાની તૈયારીમાં હતા ત્યારે શનિદેવે ઈશારો કરીને હનુમાનજીને આગ્રહ કરેલો હતો કે જો તેઓ તેમને અહીથી મુક્ત કરાવશે તો રાવણનો નાશ કરવામાં તેમની મદદ કરશે.

બજરંગબલીએ શનીદેવને રાવણની કેદ માંથી છોડાવ્યા ત્યારે દુર્બળ થઈ ચૂકેલા શનિદેવે ફરીથી તાકાત મેળવવા માટે હનુમાનજીને કોઈ સુરક્ષિત સ્થાન મેળવવા માટે અનુરોધ કર્યો. હનુમાનજીએ તેમને લંકામાંથી પ્રક્ષેપિત કર્યા તો શનીદેવ આ વિસ્તારમાં આવીને પ્રતિષ્ઠિત થઈ ગયા. ત્યારથી આ વિસ્તાર શનિક્ષેત્રના નામની પ્રચલિત થઈ ગયો.

દેશભરમાંથી શ્રધ્ધાળુઓ ન્યાયના દેવતા પાસે પોતાની ફરિયાદોના નિવારણ માટે શનિશ્ચરિ અમાસના દિવસે અહિયાં આવે છે. કહેવામા આવે છે કે લંકાથી પ્રસ્થાન કરતાં સમયે શનિદેવની ત્રાંસી નજરને કારણે સોનાની લંકાને હનુમાનજી દ્વારા બાળીને રાખ બનાવી દેવામાં આવી હતી અને રાવણના કુળનો નાશ કરીને શનિદેવે ન્યાયને પ્રસ્થાપીત પણ કર્યો હતો.

જ્યારે હનુમાનજી દ્વારા પ્રક્ષેપિત શનીદેવ અહિયાં આવીને પડ્યા ત્યારે અહિયાં ઉલ્કાપાત જેવુ થયું હતું. શીલના રૂપમાં શનીદેવ અહી પ્રતિષ્ઠિત હોવાને કારણે અહી એક મોટો ખાડો પણ બની ગયો, જેવો એક ઉલ્કાના પડવાથી થાય છે. આ ખાડો આજે પણ અહિયાં છે જે શનિદેવની હાજરીને સાબિત કરે છે.

એવું પણ માનવમાં આવે છે કે અહી પ્રસ્થાપિત શનિદેવની આ પ્રતિમા વાસ્તવિક છે એટલે અહી આવતા શ્રધ્ધાળું અને શનિદેવની દ્રષ્ટિથી પીડાતા લોકોને અહી આવીને તેમની તમામ તકલીફોમાંથી મુક્તિ મળી રહે છે. અહી આવતા ભક્તો દ્વારા પૂજા અને અર્ચના કરવા માત્રથી જ તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

અહી આવતા ભક્તો તથા શ્રદ્ધાળુઓ તેમના બૂટ અને ચંપલ અહી મૂકીને ચાલ્યા જાય છે. આવું કરવા પાછળનું કારણ એવું છે કે, અહી માનવમાં આવે છે કે આવું કરવાથી ઘરમાં ઘરમાં રહેલી દરિદ્રતા અને પાપમાંથી મુક્તિ મળે છે. અહિયાં ભક્તો શનિદેવને તેલ અર્પણ કરીને પોતાની તકલીફો અને મુશ્કેલીઓ શનિદેવને ભેટીને જણાવે છે અને કહેવામા આવે છે કે આવું કરવાથી તેમની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here