અહિયાં આવેલ છે પત્ની પીડિત પુરુષો માટે અનોખો આશ્રમ, અહિયાં કરવામાં આવે છે કાગડાની પુજા, જાણો તેનું કારણ

0
530

તમે આજ સુધી ઘણા આશ્રમો વિશે સાંભળ્યુ હશે અને જોયા પણ હશે, પરંતુ આજે અમે તમને એક એવા આશ્રમ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે પત્ની પીડિતો માટે ખોલવામાં આવેલ છે. આ અનોખો આશ્રમ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લામાં પત્નીઓથી પીડિત થોડા પાટિયો દ્વારા ખોલવામાં આવેલ છે. પત્ની દ્વારા પીડિત ઘણા પતિઓ અહિયાં આશ્રમમાં રહે છે. તેઓ કાનૂની લડત લડવા માટે પણ આ આશ્રમ તેમની મદદ કરે છે. આ આશ્રમમાં છત્તીસગઢ, ગુજરાત, આંધ્રપ્રદેશથી ઘણા લોકો કાનૂની સલાહ લેવા માટે આવે છે.

ઔરંગાબાદથી 12 કિલોમીટર દૂર શિરડી-મુંબઈ હાઇવે પર વસેલા આ આશ્રમમાં દિવસે ને દિવસે સલાહ લેવાવાળા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં અહિયાં ૧૦ હજાર થી પણ વધારે લોકો સલાહ લેવા માટે આવી ચૂક્યા છે. હાઇવે પરથી જોવામાં આવે તો એક સામાન્ય ઘર જેવુ જ દેખાતું આ આશ્રમ અંદરથી કઈ અલગ જ દેખાય છે.

આશ્રમમાં પ્રવેશ કરતાં પહેલા રૂમમાં કાર્યાલય બનાવવામાં આવેલી છે. જ્યાં પત્ની પીડિતોને કાનૂની લડાઈ વિશે સલાહ આપવામાં આવે છે. કાર્યાલયમાં થર્મોકોલ માંથી કાગડો સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. દરરોજ સવાર અને સાંજે આ કાગડાની અહિયાં પૂજા કરવામાં આવે છે. આશ્રમમાં રહેવાવાળા લોકો બતાવે છે કે, માદા ઈંડા આપીને ઊડી જાય છે પરંતુ નર કાગડો તેના બચ્ચાઓનું પાલન પોષણ કરે છે. એવી જ કઈક સ્થિતિ પત્ની પીડિત પતિની હોવાથી અહિયાં કાગડાની પૂજા કરવામાં આવે છે.

દર શનિવાર અને રવિવારની સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી પત્ની પીડિતોની સલાહ આપવામાં આવે છે. શરૂઆતમાં શહેરની નજીકના લોકો આવતા હતા, હવે ભારતના અન્ય રાજ્યોમાંથી પણ લોકો સલાહ લેવા માટે આવે છે. અનુભવી વકીલો પાસે જે રીતે કેસની બધી વિગતો હોય છે એ રીતે આશ્રમના સંસ્થાપક ભારત ફુલારે સાક્ષી અને સાબિતીઓની એક ફાઇલ બનાવે છે.

ભારત ફુલારેએ પોતાની ૧૨૦૦ સ્કવેર ફૂટ જગ્યામાં આશ્રમના ત્રણ રૂમ બનાવેલ છે. આશ્રમમાં રહેવાવાળા પુરુષ ખિચડી, રોટલી, શાક, દાળ આ બધુ જાતે જ બનાવે છે. સલાહ લેવા આવેલા વ્યક્તિને ખિચડી બનાવીને ખવડાવવામાં આવે છે. આશ્રમમાં રહેવાવાળા લોકો પૈસા જમા કરીને અહિયાનો ખર્ચો ઉઠાવે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here