અહિયાં આવેલ છે હનુમાનજીની ઉલ્ટી મુર્તિ, ચમત્કારી છે આ રામાયણ કાળ સાથે જોડાયેલ મંદિર

0
290

ઈન્દોર શહેર થી 30 કિલોમીટર દૂર સાંવેર ગામમાં હનુમાનજીનુ મંદિર આવેલું છે. જ્યાં હનુમાનજી માથાથી ઉંધા ઊભા રહ્યા છે. આ પ્રાચીન મંદિરમાં હનુમાનજીની ઊંધી પ્રતિમા વિશ્વની એક પ્રતિમા છે જે લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં હનુમાનજીની મૂર્તિના દર્શન કરવા માટે દેશભરથી શ્રદ્ધાળુઓ આવે છે.

અહીં હનુમાનજીની સાથે ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને ભગવાન શંકર પાર્વતીની મૂર્તિ પણ આવેલી છે. અહીં કહેવામાં આવ્યું છે કે કોઈ માણસ ત્રણ કે પાંચ મંગળવાર હનુમાનજીના દર્શન કરવા માટે આવે તેમના દરેક દુઃખ દૂર થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

અહીં મંગળવારે હનુમાનજીને ચોળા ચઢાવવાની પણ માન્યતા છે. મંદિરમાં આવેલી હનુમાનજીની પ્રતિમાને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. ઉંધા હનુમાનજીની પ્રતિમા માટે એક પૌરાણિક કહાની પણ છે.

રામાયણ કાળમાં ભગવાન શ્રીરામ અને રાવણનું યુદ્ધ થઈ રહ્યું હતું. ત્યારે આ રાવણે એક રમત કરી, પોતે પોતાનું રૂપ બદલીને તેમણે રામની સેનામાં પ્રવેશ કરી લીધો. ત્યારે રાતના સમયે બધા સૂઈ ગયા હતા ત્યારે આ રાવણે પોતાની શક્તિથી ભગવાન શ્રીરામ અને લક્ષ્મણનુ અપહરણ કરી લીધું અને તે પોતાની સાથે પાતાળલોકમાં લઈ ગયા.

જ્યારે વાનરસેનાને આ વાતની ખબર પડી તો ચારે બાજુ હાહાકાર મચી ગયો. હનુમાનજી ભગવાન રામ અને લક્ષ્મણ ને શોધવા માટે પાતાળલોક પહોંચ્યા અને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ ની પાછા લાવ્યા. માનવામાં આવ્યું છે કે સાંવેર તે જગ્યા છે જ્યાં થી હનુમાનજી પાતાળ લોક ગયા હતા. તે સમયે હનુમાનજી ના પગ આકાશ ઉપર અને માથું જમીન તરફ હતું. તે કારણથી તેમની પૂજા પ્રતિમા આજે પણ અહીં સ્થાપિત છે અને આ તે સ્થાન પણ છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here