અહિયાં ૧૦ થી ૧૦૦ રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર પર વેચવામાં આવે છે છોકરીઓ

0
1336

દિકરીઓની ઘટતી જતી જનસંખ્યા એ ગંભીર સમસ્યા તો બની જ રહી છે. તેના ભયાનક પરિણામો પણ આપણે સાંભળ્યા જ છીએ અને હજુ પણ કદાચ સાંભળતા જ રહેવા પડશે. જો તેને નજરે જોવા પણ માંગતા હોય તો મધ્યપ્રદેશના શિવપુરી ગામમાં જાઓ. જ્યાં દિકરીઓની ઘટતી સંખ્યાએ એવી કુપ્રથા ને જન્મ આપ્યો છે કે જેની તમે કલ્પના પણ ના કરી શકો.

સરકારના અથાગ પ્રયત્નો છતાં પણ ભ્રૂણ હત્યાના કિસ્સાઓ હજુ પણ બંધ થયા નથી કે ના તો તેમાં કોઈ ઘટાડો નોંધાયો છે. આજ કારણ છે કે મધ્યપ્રદેશમાં દિકરી અને દિકરાઑ વચ્ચેની સંખ્યાનું અંતર સતત વધતું જઈ રહ્યું છે. જડપથી ઘટતી જતી દિકરીઓની જનસંખ્યા આનું સૌથી મોટું કારણ છે.

આપણે આ ઘટતી જતી સંખ્યાના પરિણામો વિશે તો દરરોજ સાંભળીએ જ છીએ પણ જો તમે આના કેવા પરિણામો આવી શકે એ જોવા માંગતા હોય તો તમારે શિવપુરીમાં જવું પડશે. જ્યાં દિકરીઓની ઘટતી જનસંખ્યાએ એવી કુપ્રથા ને જન્મ આપ્યો છે કે તેને સમાજ વ્યવસ્થાને હચમચાવી નાંખી છે.

અહિયાં ૧૦ રુપિયથી લઈને ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર તેમનો સોદો કરવામાં આવે છે. અહિયાં એક પાસેથી લઈને બીજાને અને બીજા પાસેથી લઈને કોઈ અન્ય વ્યક્તિને આ રીતે વેચી દેવામાં આવે છે.

અહી આ પ્રથા ઘણા સમયથી ચાલી રહી છે. છોકરીઓની કરવામાં આવતી આ સોદાબાજીનો ધંધો “ઘડિયા” નામની પ્રથાના કારણે કરવામાં આવે છે. ઘણા વર્ષોથી અહિયાં લોકો આ પ્રથાનું અનુસરણ કરે છે. આ પ્રથામાં છોકરીઓ ફક્ત ૧૦ રુપિયથી લઈને ૧૦૦ રૂપિયામાં વ્યક્તિના મનોરંજન કરે છે.

આ શરૂ કરવામાં આવેલી પ્રથા મહિલા અને છોકરીઓની લે-વેચ કરવાની પ્રથા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ૧૦ રૂપિયાના સ્ટેમ્પ પેપરમાં કરવામાં આવેલા કરાર ફક્ત એક રાત માટે ના જ હોય છે. વધારે રકમ આપવામાં આવે તો આ કરાર લાંબો સમય સુધી પણ રહે છે. કરાર પૂરો થતાં તે મહિલા કે છોકરીને અન્ય કોઈ જગ્યાએ મોકલવામાં આવે છે. અને આ કારણસર આ ગામ ફક્ત મધ્યપ્રદેશ માં જ નહીં પરંતુ પૂરા દેશમાં બદનામ છે.

અહી રહેતા લોકોના જણાવ્યા અનુસાર આ પ્રથાને ખતમ કરવા માટે સરકારે ઘણા પ્રયાસો કર્યા પરંતુ આ પ્રથાને નાબૂદ ના કરી શક્યા. આ ગામ વિશે ઘણી માહિતી ઇન્ટરનેટ અને યૂટ્યૂબ માં મળી રહેશે જે આ ગામની છોકરીઓની વ્યથા વર્ણવે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here