અહી તમને મળશે ફક્ત ૧૦૦ રૂપિયામાં જીન્સ, એશિયાનું સૌથી મોટું માર્કેટ છે ભારતમાં

0
1477

યંગસ્ટર માટે આજે જીન્સ એક જરૂરિયાત બની ગઈ છે. એએમ પણ કહી શકાય કે જીન્સ ફક્ત હવે યુવાનો માટે જ નહીં પરંતુ દરેક ઉંમરની વ્યક્તિની પસંદ બની ગયું છે. નાની ઉંમર હોય કે મોટી ઉંમરના વ્યક્તિ હોય કે પછી યુવતી હોય કે યુવક હોય જીન્સ આજે દરેકની પસંદ બની ગયું છે.

જીન્સમાં પણ રોજે રોજ નવી નવી વેરાયટી પણ આવી રહી છે અને રોજે રોજ નવી નવી ફેશન આવી રહી છે. પરંતુ જીન્સ ની આટલી લોકપ્રિયતાથી તેના ભાવમાં પણ ઘટાડો જોવા મળતો નથી. અત્યારે કોઈ સામાન્ય જીન્સ ની કિંમત પણ ૬૦૦ થી ૮૦૦ રૂપિયા હોય છે.

શું તમે કોઈ એવિ જગ્યા વિશે જાણો છો જ્યાં જીન્સ બહુ જ સસ્તી કિંમતે મળતા હોય? અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં તમે એકદમ માન્યામાં ના આવે એવી કિંમતે તમને જીન્સ મળશે. ભારતમાં એક એવી જગ્યા આવેલી છે જે એશિયાનું સૌથી મોટું માર્કેટ છે. ત્યાં તમને જીન્સ ફક્ત ૧૦૦ રૂપિયામાં જીન્સ ખરીદી શકશો અને અહી મોંઘમાં મોંઘું જીન્સ તમને ૫૦૦ રૂપિયા આસપાસ મળી રહેશે.

નવાઈ લાગી ને તમને? પરંતુ આ હકીકત છે. આ જીન્સ તમને નવી દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં આસામ બ્રધર્સની જીન્સની કંપની છે અને ત્યાં તેની ફેક્ટરી છે અને આઉટલેટ પણ છે ત્યાંથી તમે હોલસેલ અને રીટેલ એમ બંને ભાવથી જીન્સની ખરીદી કરી શકો છે. અહી તમને હોલસેલ ભાવમાં જીન્સ મળી રહે છે.

અહી તમને ગમે તેટલા જીન્સ લો ભાવ એક જ રહેશે મતલબ કે તમે ૧ જીન્સ લો કે ૧૦૦ જીન્સ લો તમને હોલસેલ ભાવે જ મળશે. એટલે અહી જીન્સની ખરીદી ફાયદાકારક થાય છે. અહી રીટેલ ગ્રાહકોને ખૂબ જ ફાયદો થાય છે સાથો સાથ હોલસેલ વેપારીઓને પણ ફાયદાકારક છે.

આ જગ્યા પર બાળકોના જીન્સની કિંમત ૧૦૦ થી શરૂ થાય છે, યુવકોના જીન્સની કિંમત ૨૦૦ થી શરૂ થાય છે. અહિયાં તમને નાના બાળકોના જીન્સમાં જ તમને ૩૦૦ થી વધારે વેરાયટી મળી રહેશે જ્યારે યુવકોના જીન્સની ૨૦૦ થી વધારે વેરાયટી મળી રહેશે.

કંપનીના માલિક અમરજીત સિંહના કહેવા મુજબ તેઓ આખા ભારતમાં જીન્સનું વેચાણ કરે છે. તેઓ આટલા સસ્તા ભાવે જીન્સ વેચે છે છતાં પણ તેઓ કપડાના કલર અને કાપડ બંનેની ગેરંટી આપે છે. તેઓ ૨૦૦ થી ૨૫૦ જીન્સના ઓર્ડર પર ડિલિવરી પણ કરવી આપે છે અને તેમાં ટ્રાન્સપોર્ટ ચાર્જ તમારે પેમેંટ કરવો પડે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here