અહી મૃત્યુ બાદ બનાવવામાં આવ્યું બુલેટ અને તેના માલિકનું મંદિર, પરચો પણ હાજરા હજુર છે

0
6405

ભારત દેશ ધાર્મિક માન્યતા વાળો દેશ છે અહી લોકો દેવતાઓ, પશુ-પક્ષી, માનવ વગેરેની પુજા કરે એ તો સામાન્ય વાત લાગે છે. પણ તમે ક્યારેય કોઈ વાહન કે તેના માલિકની પુજા થતી હોય તેવું સંભાળ્યું છે? અમે તમને જણાવીશું એક સ્થળ વિશે જ્યાં બુલેટ તથા તેના માલિકનું મંદિર છે અને તેમાં એમની પુજા કરવામાં આવે છે અને લોકો ત્યાં માનતાઓ પણ મને છે.

જોધપુર અમદાવાદ રાષ્ટ્રીય રાજયમાર્ગ પર જોધપુર થી પાલી જતાં સમયે ૨૦ કી.મી. પહેલા થાણે પાસે “દુર્ઘટના સંભવિત વિસ્તાર” એવું બોર્ડ લગાવેલું દેખાય છે. ત્યાથી થોડે આગળ ૪૦ કી.મી. બાદ  રસ્તાની નજીક જંગલમાં પ્રસાદ અને પુજા અર્ચનાનો સમાન વેચતી દુકાનો દેખાય છે. ત્યાં એક ચબૂતરા પર એક મોટો ફોટો રાખવામા આવેલો છે અને ત્યાં અખંડ જ્યોત કરવામાં આવે છે. તેની નજીક જ એક મોટરસાઇકલ રાખવામા આવેલી છે તેના પર ફૂલોના માળા તથા હાર ચઢાવવામાં આવેલા છે.

આ એજ ચમત્કારી મોટરસાઇકલ છે જેણે આજથી ૨૧ વર્ષ પહેલા ત્યાં રહેતા સ્થાનિકો અને ત્યાનાં સંબંધિત પોલિસ થાણાના પોલિસ કર્મચારીઓને પણ આશ્ચર્યમાં લાવી દીધા હતા. આજે પણ ત્યાનાં પોલિસ થાણામાં નવા નિમણૂક પર આવેલા પોલિસ કર્મચારી ડ્યૂટી પર હજાર થવા પહેલા ત્યાં માથું ટેકવા માટે આવે છે.

કોણ છે આ બુલેટના માલિક અને તેનો ઇતિહાસ:

આ બુલેટના માલીકનું નામ છે ૐ બના (ઓમ સિંહ રાઠોડ). પાલી શહેર નજીક આવેલા ચોટીલા ગામના વાતની ઠાકોર જોગસિંહ ના દીકરા હતા. તેઓનું પોતાની આ બુલેટ મોટર સાઇકલ પર ૧૯૮૮ માં એક સડક દુર્ઘટના નો શિકાર થયા હતા. તેમના દુર્ઘટના માં મૃત્યુ બાદ પોલિસ કાર્યવાહી માટે તેમની મોટર સાઇકલને પોલિસ સ્ટેશનમાં મૂકવામાં આવી. પણ બીજા જ દિવસે મોટર સાઇકલ ત્યાથી ગાયબ થઈ ગઈ અને પોલિસવાળા પણ પરેશાની માં મુકાઇ ગયા. પોલીસે તપાસ કરી તો માલૂમ પડ્યું કે એ મોટર સાઇકલ દુર્ઘટના સ્થળ પર મળી આવી. પોલિસ ફરી એ મોટર સાઇકલને પોલિસ સ્ટેશન લઈ ગયા. ફરી એ મોટર સાઇકલ ગાયબ રાતનાં સમયે ગાયબ થઈ જતી અને સવારે દુર્ઘટના સ્થળે પહોચી જતી.

ત્યારબાદ પોલિસકર્મીઑ, ઓમ સિંહ રાઠોડના પિતા અને ગામલોકોઓ મૃત ઓમ સિંહ રાઠોડની ઈચ્છા સમજી એ મોટર સાઇકલને એજ વૃક્ષની પાસે રાખી દેવામાં આવ્યું જ્યાં તેનું અકસ્માત બાદ મૃત્યુ થયું હતું. ત્યારબાદ રાત્રિના સમયે ત્યાં ચાલતા વાહનોને ૐ સિંહ વારંવાર દુર્ઘટનાથી બચાવતા રહેતા અને સાવધાન કરતાં દેખાતા. એ દુર્ઘટના સંભવિત વિસ્તારમાં એ વાહને રોકી દેતા અથવા તો વાહનને ધીમું કરી દેતા જેથી કરી કોઈ દુર્ઘટના નો શિકાર ના થાય અને ત્યારબાદ આજ સુધી ત્યાં બીજી કોઈ દુર્ઘટના નથી બની.

 

ૐ સિંહની આત્મા દ્વારા આવા સારા કર્મોને જોઈને ત્યાનાં સ્થાનિક લોકોમાં તેમના પ્રત્યે શ્રધ્ધા વધતી ગઈ અને ત્યાં પુજા અર્ચના કરવા વાળાઓની ભીડ વધવા લાગી. રાજય માર્ગથી પસાર થતાં વાહનો અહી અચૂક પુજા અર્ચના કરવા માટે આવે છે અને તેમની પુજા અર્ચના કરીને આગળ વધે છે. અહી લોકો પુજા અર્ચના નથી સાથે ત્યાં માનતાઓ પણ માને છે અને પોતાની શ્રધ્ધા દર્શાવે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here