અહી દેવી થાય છે માસિક ધર્મમાં, ભક્તોને પ્રસાદમાં આપવામાં આવે છે લોહીથી ભીનું કપડું

1
3547

માસિક ધર્મ, એક સ્ત્રીની ઓળખાણ છે, આ તેને પૂર્ણ સ્ત્રીત્વ પ્રદાન કરે છે. પરંતુ છતાં પણ આપના સમાજમાં રજ્સ્વલા સ્ત્રીને અપવિત્ર માનવામાં આવે છે. મહિના જે દિવસોમાં તે માસિક ચક્ર અંતર્ગત આવે છે, તેને કોઈપણ પર્વમાં સામેલ થવા દેવામાં નથી આવતી. તેને કોઈપણ ધાર્મિક સ્થળ પર જવા દેવામાં નથી આવતી. પરંતુ આ તે કેવી વિડંબના છે કે એક તરફ આપનો સમાજ રજ્સ્વલા સ્ત્રીને અપવિત્ર માને છે અને બીજી તરફ માસિક ધર્મ દરમ્યાન કામાખ્યા દેવીને સૌથી પવિત્ર દેવીનો દરજ્જો આપે છે.

નીલાંચલ પર્વતોની વચ્ચે સ્થિત કામાખ્યા મંદિર ગુવાહાટી થી ૮ કિલોમીટર નજીક આવેલ છે. આ મંદિર પ્રસિધ્ધ ૧૦૮ શક્તિપીઠોમાં એક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે પિતા દ્વારા કરવામાં આવેલ યજ્ઞની અગ્નિમાં કૂદીને આત્મદાહ કર્યા બાદ મહાદેવ તેમના શવને લઈને તાંડવ કરી રહ્યા હતા, ત્યાર વિષ્ણુને તેમનો ક્રોધ શાંત કરવા માટે પોતાનું સુદર્શન ચક્ર છોડીને સતીના શવના ટુકડા કરી નાંખ્યા હતા. એ સમયે જે સ્થળે સાથીની યોનિ અને ગર્ભ આવીને પડ્યા હતા આજે તે સ્થળે કામાખ્યા દેવીનું મંદિર સ્થિત છે.

કામાખ્યા દેવીને “વહેતા રક્તની દેવી” પણ કહેવામા આવે છે, તેની પાછળની માન્યતા છે કે આ દેવીનું એકમાત્ર સ્વરૂપ છે જે નિયમાનુસાર પ્રતિવર્ષ માસિક ધર્મના ચક્રમાં આવે છે. આ સાંભળીને તમને થોડું અટપટું લાગે છે પરંતુ કામાખ્યા દેવીના ભક્તોનું માનવું છે કે દર વર્ષે જૂન મહિનામાં કામાખ્યા દેવી રજ્સ્વલા થાય છે અને તેમના વહેતા રક્તથી સમગ્ર બ્રાંહપુત્રા નદી લાલ રંગની થઈ જાય છે.

આ દરમ્યાન ત્રણ દિવસ માટે મંદિર દર્શન માટે બંધ થઈ જાય છે પરંતુ મંદિરની આસપાસ અંબુવાચી પર્વ મનાવવામાં આવે છે. આ દરમ્યાન દેશ અને વિદેશ માંથી લોકો આવે છે અને આ સિવાય તાંત્રિક, અઘોરી સાધુ અને પૂજારી આ મેળામાં સામેલ થાય છે. શક્તિના ઉપાસકો, તાંત્રિક અને સાધકો નીલાંચલ પર્વતની વિભિન્ન ગુફાઓમાં બેસીને સાધના કરીને સિધ્ધિઓ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે.

કામાખ્યા દેવીના માસિક ધર્મ દરમ્યાન મંદિરની અંદર સ્વસ્છ સફેદ કપડું પાથરવામાં આવે છે. દેવીના માસિક ધર્મને લીધે આ સફેદ કપડું લોહીવાળું લાલ રંગનું થઈ જાય છે. ત્રણ દિવસ પછી જ્યારે આ મંદિરના દ્વાર ખૂલે છે ત્યારે ભક્તોની ભીડ મંદિરમાં જામે છે અને મંદિરમાં દર્શન માટે આવેલા ભક્તોને પ્રસાદી રૂપે આ ભીનું કપડું આપવામાં આવે છે. કામાખ્યા દેવીના રજ્સ્વલા થયેલા આ ભીના કપડાને અંબુવાચી વસ્ત્ર કહે છે.

અમને આશા છે કે અમારા દ્વારા રજૂ કરવામાં આવેલ માતાજીની આ રોચક કથા તમને પસંદ આવી હશે. માતાજીનો આ મહિમા તમારા ફેસબુકમાં પણ શેયર કરજો. સાથે કોમેંટમાં “જય માતાજી” જરૂર થી લખજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here