અહી આવેલ મંદિરમાં હનુમાનજી સાથે બિરાજમાન છે તેમના પત્ની, આખા વિશ્વમાં એકમાત્ર મંદિર આવેલું છે ભારતમાં

0
2044

હનુમાનજીને બાલ બ્રમ્હચારી માનવમાં આવે છે એટલે માટે જ હનુમાનજીને દરેક મંદિરમાં લંગોટ ધારણ કરેલા એકલા જ દેખાય છે. ક્યારેય પણ અન્ય દેવતાઓની જેમ હનુમાનજીને તેમની પત્ની સાથે નહીં જોયેલા હોય. પરંતુ જો તમે હનુમાનજીને તેમની પત્ની સાથે જોવા માંગતા હોય તો તેલંગાના જવું પડશે.

તેલંગાના ના ખમ્મમ જીલ્લામાં હનુમાનજી નું પ્રાચીન મંદિર આવેલું છે, જ્યાં હનુમાનજીની પૂજા તેમની પત્ની સુર્વચલા સાથે થાય છે. આ મંદિરમાં હનુમાનજીની સાથે તેમની પત્ની ના પણ દર્શન પ્રાપ્ત થાય છે. આખા વિશ્વમાં આ એક જ મંદિર હનુમાનજીના વિવાહનું સાક્ષી છે. અહી આવેલું આ મંદિર વર્ષોથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. સ્થાનિક લોકો જેઠ સુદ દશમના દિવસે હનુમાનજીના વિવાહની ઉજવણી કરે છે. જો કે ઉત્તર ભારતમાં લોકો માટે આ કોઈ આશ્ચર્યથી ઓછું નથી કારણ કે હનુમાનજીને બાલ બ્રમ્હચારી માનવમાં આવે છે.

હનુમાનજી સૂર્ય દેવતાને પોતાના ગુરુ માનતા હતા. સૂર્યદેવ પાસે ૯ દિવ્ય વિદ્યાઓ હતી, આ બધી જ વિદ્યાઓને હનુમાનજી પ્રાપ્ત કરવા માંગતા હતા. સૂર્યદેવે ૯ માંથી ૫ વિદ્યાઓનું જ્ઞાન તો હનુમાનજીને આપી દીધું પરતું બાકી રહેલી ૪ વિદ્યાઓ માટે સૂર્યદેવ માટે એક સંકટ ઊભું થઈ ગયું.

બાકી રહેલી ૪ વિદ્યાઓનું જ્ઞાન એ જ શિષ્યઓને આપી શકાય જેઓ વિવાહિત હોય. હનુમાનજી બાલ બ્રહ્મચારી હતા, આ કારણે સૂર્યદેવ આ વિદ્યાઓનું જ્ઞાન દેવામાં અસમર્થ હતા. આ સમસ્યાના નિવારણ માટે સૂર્યદેવે હનુમાનજીને વિવાહ કરવાની વાત કહી. આજીવન બાલ બ્રહ્મચારી રહેલા હનુમાનજી માટે આ દુવિધાની સ્થિતિ ઉતાપ્ન્ન થઈ હતી.

પોતાના શિષ્યને ચિંતામાં જોઈને સૂર્યદેવે કહ્યું કે, તમે મારી પુત્રી સુર્વચલા સાથે વિવાહ કરી લો. સુર્વચલા તપસ્વિની હતી. સૂર્યદેવે કહ્યું કે સુર્વચલા સાથે વિવાહ કર્યા બાદ તમે હંમેશા બ્રહ્મચારી જ રહેશો, કારણ કે સુર્વચલા ફરી પોતાની તપસ્યામાં લીન થઈ જશે. પહેલા તો હનુમાનજી વિવાહ માટે રાજી ના થયા, પરંતુ બાકી રહેલી વિદ્યાઓનું જ્ઞાન લેવાનું હતું એટલા માટે હનુમાનજી રાજી થઈ ગયા.

આવી રીતે હનુમાનજીએ વિવાહની શરત પણ પૂરી કરી લીધે અને પોતાનું બ્રહ્મચારી રહેવાનુ વ્રત પણ કાયમ રહ્યું. માનવમાં આવે છે કે આ મંદિરમાં જે દંપતી હનુમાનજી અને તેમની પત્નીના દર્શન કરે છે તેમના વૈવાહિક જીવનમાં પ્રેમ અને પરસ્પર તાલમેલ સદાય માટે રહે છે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ માંથી મુક્તિ અપાવે છે વિવાહિત હનુમાનજી.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here