Activa અને TVC સ્કુટીને ટક્કર આપવા ૧૩ વર્ષ બાદ ફરીથી આવશે Bajaj Chetak

1
2744

એક સમય હતો જ્યારે દરેકના ઘરમાં સ્કૂટર હતું અને વધુ ઘરોમાં બજાજ નુ સ્કુટર હતુ. તેનું સૌથી મોટું કારણ બજના સ્કૂટર સસ્તુ અને પર્ફોમન્સમાં સારું હતું. બધા જ કોમ્પ્યુટર સ્કૂટર ઓ માંથી એક બજાજ ચેતક એક વખત ફરી રસ્તાઓ ઉપર દોડતુ નજર આવી શકે તેમ છે.

૧૯૭૨ માં લોન્ચ  થયેલું આ સ્કૂટર આમ જનતા વચ્ચે ખૂબ જ પોપ્યુલર હતું પરંતુ 2006માં તેને બંધ કરી દેવામાં આવ્યું. ૨૦૦૨ ના પહેલા એક બજાજ ચેતક એ 145 CC ટુ સ્ટ્રોક એન્જિન નો ઉપયોગ કર્યો હતો જે 7.5 બીએચપી નો પાવર તથા 10.8 એમ.એન નો ટોક હતું. ચેતક માં 4 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ લગાવ્યું હતું.

૨૦૦૨ પછી ફોર સ્ટ્રોક એન્જિન નો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ 2006 આવતા સુધી આ સ્કૂટર ઓ ની માંગ ઓછી થઈ ગઈ. અને આ જ કારણને લીધે કંપનીએ તેને અચાનક બંધ કરી દીધું હતું. પરંતુ હવે ખબર આવી રહી છે કે આ સ્કૂટરને જરૂરી બદલાવ સાથે ફરીથી લોન્ચ કરવામાં આવશે.

હાલની પરિસ્થિતિમાં હજુ સુધી બજાજ ઓટો ના તરફ થી કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી. પણ બજાજ ચેતક ફેક્ટરી પ્રોડકશનના અમુક ફોટા સામે આવ્યા છે. જેને જોઈને અંદાજો લગાવી શકાય કે બજાજ ચેતક ફરી એકવાર પાછું આવી શકે તેમ છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here