આયુષ્માન ભારત યોજના : સરકાર આપશે ૫ લાખનો વિમો મફતમાં

0
1851

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના પ્રસંગે આયુષ્માન ભારત યોજના એટલે કે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (એબી-એનએચપીએસ) ની શરુ કરવાની જાહેરાત કરી છે. આ હેઠળ, આશરે 10 કરોડ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાનો વાર્ષિક આરોગ્ય વીમો મળશે. આ પછી મધ્યમ વર્ગને પણ આ યોજનાનો લાભ મળશે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રથમ તબક્કામાં આરોગ્ય કેન્દ્રો ખોલવાની શરૂઆત કરવામાં આવી છે. 25 સપ્ટેમ્બર દીનદયાળ ઉપાધ્યાય જયંતી પર તેને લોન્ચ કરવામાં આવશે. આ હેઠળ લોકોને મફત આરોગ્ય વિમાની સેવા મળશે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે,સામાન્ય લોકો નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (એબી-એનએચપીએસ)નો લાભ કેવી રીતે મેળવી શકે છે?

આ યોજનામાં દર્દી કેવી રીતે લાભ લઈ શકે?

આયુષ્માન ભારત યોજના હેઠળ 50 કરોડ લોકોને ફાયદો પહોંચાડવાનું લક્ષ્‍ય રાખવામાં આવ્યું છે. યોજનાના પ્રથમ તબક્કામાં માત્ર 10 કરોડ લોકોને જ તેનો લાભ મળશે. ઉપરાંત, આ યોજના સંપૂર્ણપણે કેશલેસ હશે. એટલે કે, નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (એનએચપીએસ) હેઠળ, વીમાધારક વ્યક્તિએ તેની સારવાર માટે એકપણ રૂપિયો ખર્ચ કરવો પડશે નહીં. સારવાર દરમિયાન 5 લાખ રૂપિયા સુધિમો ખર્ચ સરકાર ઉઠાવશે.

કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન

આયુષ્યમાન ભારત યોજના હેઠળ સરકાર લોકોને જાતે જ ઓળખશે. હકીકતમાં જે લોકો 2011 ની વસતિ ગણતરીમાં ગરીબી રેખાથી નીચે જીવતા હોય તેમને એમાં સ્થાન મળશે. તેથી, તમારે તમારા પંચાયતમાં સૌ પ્રથમ જાણવું પડશે. આ ઉપરાંત, સરકાર ટૂંક સમયમાં ઑનલાઇન ટૂલ્સ પ્રદાન કરશે. જેના દ્વારા તમે માહિતી મેળવી શકો છો. જો તમે આ યોજના માટે પાત્ર છો, તો તમે આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવી શકશો. હાલમાં આ સૉફ્ટવેરનું ટેસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે.

આ રીતે શરુ થશે કેશલેસ સારવાર

આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર મેળવવા માટે વીમા ધારકે પ્રથમ તેમના વીમા સંબંધિત દસ્તાવેજો આપવા પડશે. આ પછી, હોસ્પિટલ મેનેજમેન્ટ વીમા કંપનીને સારવારની કિંમત વિશે જાણ કરશે અને વીમાધારકના દસ્તાવેજોની પુષ્ટિ થાય તે પછી કેશલેસ સારવાર શરૂ થશે. આ યોજના હેઠળ, વીમાધારક વ્યક્તિ માત્ર સરકારી હોસ્પિટલોમાં જ નહિ પણ ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર કરાવી શકે છે. સરકારે આ યોજનાથી ખાનગી હોસ્પિટલોને કનેક્ટ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

આધાર કાર્ડ વગર જ ઉઠાવી શકશો યોજનાનો લાભ

આયુષમાન ભારત યોજના માટે આધાર કાર્ડની જરૂર નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, દેશમાં કોઈ પણ સરકારી યોજનાનો લાભ આધાર કાર્ડ વગર પણ લાભ મેળવી શકાય છે.

આ રોગોની કરાવી શકશો સારવાર

મેટરનલ હેલ્થ અને ડીલીવરીની સુવિધા, નવજાત અને બાળકોનું આરોગ્ય, કિશોર આરોગ્ય સેવા, ગર્ભનિરોધક સેવાઓ અને ચેપી રોગો, બિન ચેપી રોગો, આંખ, નાક, કાન અને ગળા સાથે સંકળાયેલા રોગની સારવાર માટે અલગથી યુનિટ હશે. આ ઉપરાંત, વૃદ્ધોની સારવાર માટે પણ સુવિધા મળશે.

હાલના તબક્કે ગુજરાત માં 17 હોસ્પિટલ મંજુર થયેલ છે. પ્રજાની જરીરીયાત પ્રમાણે  ક્રમશ: યોજન નો  વિસ્તાર થશે. આપ સુખી-સમૃદ્ધ અને માંદગી  મુક્ત રહો તેવી  અમારી શુભેચ્છા આપની સાથે જ છે. તેમ છતાં માંદગી ક્યારે આવી જાય. અને ક્યારે ખર્ચ આવી પડે તે પ્રજા માટે ચિંતાનો વિષય છે. વડાપ્રધાન શ્રી એ આ ચિંતા દૂર કરી છે.

સમગ્ર દેશમાં 1.5 લાખથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો

આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (હેલ્થ વેલનેસ સેન્ટર) હેઠળ સમગ્ર દેશમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને અપડેટ કરવામાં આવશે. આ કેન્દ્રો પર સારવાર સાથે મફત દવાઓ પણ મેળશે. જે અંતર્ગત છત્તીસગઢમાં 1000, ગુજરાતમાં 1185, રાજસ્થાનમાં 505, ઝારખંડમાં 646, મધ્યપ્રદેશમાં 700, મહારાષ્ટ્રમાં 1450, પંજાબમાં 800, બિહારમાં 643 અને હરિયાણામાં 255 સુખાકારી કેન્દ્રો હશે. નોંધનીય છે કે, આ યોજના અંતર્ગત, સરકાર સમગ્ર દેશમાં 1.5 લાખથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો ખોલશે, જે આવશ્યક દવાઓ અને નિદાન સેવાઓ મફતમાં આપશે.

આ યોજનના નો હેલ્પ લાઈન નો.14555 તથા ટોલ ફ્રી નંબર 1800-111-565 છે. આપ લિસ્ટ માં જાતે આપનું નામ ચેક કરી શકો છો. https://mera.pmjay.gov.in/search/login

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here