આવો હોય છે સાચો પ્રેમ, આ આર્ટિક્લ વાંચ્યા બાદ તમને પ્રેમ શું છે એ જરૂર ખ્યાલ આવી જશે

0
1453

પ્રેમ ને બધા જ દુઃખો ની દવા કહેવામાં આવે છે. આજકાલ એ જ પ્રેમ બધા જ દુઃખનું કારણ બની ગયો છે. આપણી દરેક સમસ્યા નું કારણ આજે પ્રેમ બની ગયો છે. માણસના મનને સૌથી વધારે દુઃખ મળતું હોય તો તે પ્રેમથી મળે છે.

શું સાચે પ્રેમ દર્દ આપે છે?  દુઃખ આપે છે? તકલીફ આપે છે? જે પ્રેમની પરમાત્માનો ગ્રુપ બતાવવામાં આવ્યું છે જિંદગીનો વરદાન બતાવવામાં આવ્યો છે આ દુનિયા મા સૌથી ખૂબસૂરત ગણવામાં આવ્યો તે આટલું દુઃખ કઈ રીતે આપી શકે. જરૂર આપણા સમજવામાં કંઈક ભૂલ છે.

પ્રેમની કોઈ નિશ્ચિત પરિભાષા નથી પ્રેમનો જેની અનુભવ થયો છે તેણે જ જીવવાનો અર્થ સમજે છે અને જાણે છે. જો તમે પ્રેમની ઓળખી ગયા તો એનો મતલબ કે તમે તમારા જીવનની ઓળખી ગયા. પ્રેમ એક એવી દવા છે કે જેનાથી ઈર્ષા, ક્રોધ, નફરત બધાનો એક સાથે ઈલાજ કરે છે. પણ પ્રેમની એક શરત છે પ્રેમ અને અહંકાર બંને સાથે નથી ચાલી શકતા. પ્રેમ રોશની છે અને અહંકાર એક અંધારું છે. જેમ અંધારું અને અજવાળું બંને સાથે સાથે નથી રહી શકતા. તેવી જ રીતે પ્રેમ અને અહંકાર બંને સાથે નથી રહી શકતા.

જ્યાં અહંકાર આવી જાય છે ત્યાં સ્વાર્થ અને ક્રોધ બંને આવી જાય છે. ઘણા માણસો કહે છે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ તેની ઉપર જ સૌથી વધારે ગુસ્સો આવી જાય છે આવું કેમ? યાદ રાખવી એક વાત જે સમયે તમે ગુસ્સામાં હોવ છો તે સમયે તમે પ્રેમમાં જરાય નથી હોતા. જ્યાં સુધી હૃદયમાંથી પ્રેમ નહીં જાય ત્યાં સુધી ગુસ્સો ત્યાં આવશે જ નહીં. જ્યારે હૃદયમાંથી પ્રેમ ઓછો થાય છે ત્યારે બધી જ બીમારીઓ ત્યાં આવી જાય છે. અને પછી ગુસ્સો પણ આવે છે અને સ્વાર્થ પણ આવે છે. હૃદયમાં વાસના પણ આવે છે પણ જો તમારો પ્રેમ સાચો છે તો ત્યાં દુનિયાની ગંદકી આવી જ નથી શકતી. અને જ્યાં દુનિયાની બધી જ ગંદકી ભરેલી છે ત્યાં પ્રેમ હોતો જ નથી. પ્રેમમાં એટલી શક્તિ છે કે જે જો તમે સાચા પ્રેમમાં છો તો તમારા હૃદયની બધી જ ગંદકી બળીને રાખ થઈ જશે.

જે વ્યક્તિના હૃદયમાં પ્રેમ અને કરુણા આવે છે તેના હૃદયમાં સચ્ચાઈ અને નિર્મળતા આવી જાય  છે .બહારની દુનિયા તો એક નિમિત્ત બને છે. પ્રેમ તો સૃષ્ટિના કણકણમાં વ્યાપેલો છે. આ પ્રકૃતિ આપણને દિવસ-રાત નિસ્વાર્થ ભાવે પ્રેમ આપે છે, આ ધરતી આપણને રહેવા માટે જગ્યા આપે છે, આ આકાશ આપણને ચાંદ તારાઓ અને સૂરજની રોશની આપે છે, આ ધરતી આપણને ફળ-ફૂલ અને શાકભાજી આપે છે આ બધો એક પ્રેમ જ તો છે.

માતા પ્રેમ કરે છે પોતાના બાળકને પોતાના બધું જ ન્યોચ્છાવર કરી દેશે તેની ઉપર તેવી જ રીતે આ પ્રકૃતિ સદા આપણને દેતી રહે છે. આજે પ્રેમનો એક વાસ્તવિક સ્વરૂપ પ્રેમમાં તો હંમેશા દેવાનું જ હોય છે લેણદેણ તો વ્યાપારમાં હોય છે. જ્યાં લેણદેણ આવી ગયું તે પ્રેમ નથી ત્યાં વ્યાપાર છે અને જ્યાં વ્યાપાર છે ત્યાં ફાયદો થશે અને નુકસાન પણ થશે દુઃખ પણ થશે અને દિલ પણ તૂટશે કેમકે તમને બદલામાં કંઈક જોઈએ છીએ. વ્યાપાર કરવા નીકળ્યા હતા પ્રેમ નહીં.

ઘણા માણસો કહે છે કે અમને બીજું કંઇ નહિ બસ પ્રેમ જોઈએ અને આ સાચું પણ છે ભલે દુનિયાની તમને હજારો સુવિધાઓ મળે પણ જો તમારા જીવનમાં પ્રેમ નથી તો એ બધું મેળવીને પણ તમે ખાલી ને ખાલી જ રહેશો. બસ એક જ ચીજ સે દુનિયામાં કે જે તમને ભરી શકે છે અને એ છે પ્રેમ.

ઘણા માણસો કહે છે કે દુનિયા મતલબી થઈ ગઈ છે બધા ખોટા થઇ ગયા છે. પણ દુનિયામાં સૌથી ખૂબસૂરત જો કોઈ છે તો તે પ્રેમ છે. પ્રેમ એ તમારા વાળો પ્રેમ નહીં કે જે તમને દુઃખ આપે પ્રેમ એ કે જે તમે હજુ જાણ્યો જ નથી. જે તમારી અંદર છે જેને ખાલી તમે જ મેહસુસ કરો બીજા માટે વહેંચવા માટે આપવા માટે. પણ જે માણસો પ્રેમ કરે છે પોતાનું સુખ મેળવવા માટે, પોતાના દિલને ભરવા માટે પ્રેમ કરે છે તેમનો પ્રેમ રોજ રોજ બદલાય છે. પ્રેમ તો વાસ્તવમાં આત્માનું સુખ છે જે કોઈ દિવસ ઓછો નથી થતો પ્રેમ તો મંઝિલ છે કોઈ રસ્તો નથી જે થોડી થોડી વારમાં બદલાઈ જાય. પ્રેમ તો તમારા જીવનમાં ખુશીઓ અને આનંદથી ભરી દે છે. તમારા જીવનમાં દુઃખ નિરાશા છે તો તમારા જીવનમાં દૂર દૂર સુધી હજુ પ્રેમ નથી આવ્યો.

જેણે પ્રેમને જાણી લીધો છે તે એકલો પણ રહે તે છતાં આનંદમાં રહે છે કેમકે તેણે પોતાની અંદરના પ્રેમને જાણી લીધો છે. જો તમે પ્રેમના સંબંધમાં દુઃખને દર્દ મળે છે તો જાગો અને સાચા પ્રેમની શોધ કરો અને સાચા પ્રેમની દુનિયામાં આઝાદ પંખીની જેમ આકાશમાં ઉડતા શીખો. પ્રેમનું વાસ્તવિક સ્વરૂપ છે કરુણા જ્યાં કોઈનાથી કોઈ જ સમસ્યા નથી, બધા ઉપર દયા અને બધા ઉપર પ્રેમ.

જો તમારો પ્રેમ તમને ખુશી અને આનંદ નથી આપતો તો તેનો મતલબ કે તમે હજુ સાચા પ્રેમને જાણતા જ નથી. પ્રેમનો મતલબ એ છે કે જીવનમાં ખુશીઓ ના ઝરણાં વહેવા લાગે. અને તમને આ દુનિયામાં સ્વર્ગ નો અનુભવ થાય. જેને પ્રેમ થઈ જાય છે તેની આંખો થી આખી દુનિયા ખૂબસૂરત લાગે છે બધું જ સુંદર લાગે છે સાચો પ્રેમ તમને કોઈ દિવસ બંધનમાં નથી રાખતો એ તો તમને પાંખો આપે છે ઉડવા માટે જિજસ ક્રાઈસ્ટ કહે છે ઈશ્વર પ્રેમ રૂપ છે અને ઈશ્વરને કોઈ અલગથી પરિભાષા નથી. Love is god and god is love.

જો તમારા જીવનમાં સાચો પ્રેમ છે તો તેનો અર્થ છે કે પરમાત્મા તમારી સાથે છે. પ્રેમ એક એવી દવા છે કે જે તમારા હૃદયના બધા જ દુઃખ દર્દ દૂર કરે છે, પ્રેમ એક એવી શક્તિ છે કે જે આપણા જીવનને ખૂબસુરત બનાવે છે. પ્રેમ વગરનું જીવન એવું છે જાણે પાણી વગર માછલી નુ. જેમ આકાશ ચાંદ તારા વગર નુ અને આ દિલ ધબકારા વિનાનુ. તો તમે કયા પ્રેમને જાણો છો જે તમને દુઃખ આપે છે કે એ જે તમારા દરેક દુઃખ ને દૂર કરે છે. જો તમારો પ્રેમ તમને દુઃખ આપે છે તો તમે હજુ સુધી પ્રેમને નથી ઓળખતા, અને જો તમારો પ્રેમ તમારી જિંદગીને ખૂબસુરત બનાવે છે તો તમને સાચો પ્રેમ મળી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here