આવનારા સમયમાં મળશે ખુશીઓ કે તુટી પડશે દુ:ખોનો પહાડ? જાણો મુળાંક અનુસાર ૨૦૧૯નું વર્ષ તમારા માટે કેવું રહેશે

0
1680

જેવી રીતે વ્યક્તિના જન્મદિવસ પરથી તેના ભવિષ્ય અને સ્વભાવ વિશે જાણી શકાય છે એવી જ રીતે મૂળાંક નો પણ જીવન પર ખૂબ જ અસર પડે છે. મૂળાંક પરથી તમે ફક્ત પોતાના વર્તમાન વિશે નહીં પરંતુ ભવિષ્ય વિશે પણ જાણી શકો છો. આજકાલ અંકશાસ્ત્ર અને બોલબાલા છે, જેની તરફ લોકો આસાનીથી ખેંચાઇ રહ્યા છે. તેવામાં અમે તમને જણાવીશું કે મૂળાંક અનુસાર 2019 નું વર્ષ તમારા માટે કેવું રહેશે.

મુળાંક ૧

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 1, 10, 19 અથવા 28 તારીખના થયો છે તેમનો મૂળાંક 1 થાય છે. તેવા લોકો માટે વર્ષ થોડું મુશ્કેલ ભર્યુ રહેશે. પરંતુ નિરંતર પ્રયાસ કરવાથી તમને વર્ષના અંતમાં સફળતા જરૂર મળશે. સમાજમાં તમારો માન સન્માન વધશે. પરંતુ સ્વાસ્થ્ય અને થોડી પરેશાની વધે છે.

મુળાંક ૨

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 2, 11, 20 અથવા 29 તારીખના થયેલ છે તેમનો મૂળાંક 2 થાય છે. તેવા લોકો માટે આ વર્ષ પરિવર્તન વર્ષ રહેશે. આ લોકોને આ વર્ષમાં નોકરી-વ્યવસાય વગેરેમાં પરિવર્તન જોવા મળશે. તેમનું નસીબ આ વર્ષે ખૂબ જ ચમકશે. પરંતુ તે લોકો પોતાના પ્રત્યે ઈમાનદાર રહે અને પોતાનું કર્મ કરે.

મુળાંક ૩

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 3, 12, 21 અથવા 30 તારીખના થયેલ છે તેમનું મૂલાંક ૩ થાય છે. તેવા લોકો માટે આ વર્ષ ખૂબ જ ખુશીઓથી ભરેલું રહેશે. આ વર્ષના અંતમાં તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે. પૂજાપાઠમાં તેમનું ધ્યાન કેન્દ્રિત થશે. જે લોકો પોતાનું ઘર બનાવવા ઈચ્છે છે તેમનું સપનું આ વર્ષમાં પૂર્ણ થશે.

મુળાંક ૪

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 4, 13, 22 અને 31 તારીખના થયેલ છે તેમનો મૂળાંક 4 થાય છે. આવા લોકો માટે આ વર્ષ સારું રહેશે નહીં. પરંતુ પોતાની મહેનત અને ધગશ થી નસીબને બદલવાની આવડત આ લોકોની અંદર હોય છે. લાંબા સમયથી ચાલી રહેલી યોજનાઓ આ વર્ષના અંતમાં પૂર્ણ થશે. જેનું ફળ તમને આવનારા ઘણા વર્ષો સુધી મળશે.

મુળાંક ૫

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 5, 14 અને 23 તારીખના થયો છે તેમનો મૂળાંક 5 થાય છે. આ લોકો માટે આ વર્ષ સારું નથી. આ લોકોને આ વર્ષે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. જમીન-મકાનના મામલામાં આ વર્ષ ઘણું સારું રહેશે, પરંતુ સ્વાસ્થ્ય માટે સારું નહીં રહે.

મુળાંક ૬

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 6, 15 અથવા 24 તારીખના થયેલ છે તેમનો મૂળાંક 6 થાય છે. આવા લોકો માટે આ વર્ષ દીશા આપનાર સાબિત થશે. તમને આ વર્ષમાં તમારા કરી અને લઈને નવી દિશા મળશે જેનો લાભ તમને આગામી વર્ષોમાં મળશે. જોકે તેના માટે તમારે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવાનું રહેશે જેથી કરીને કોઈ ભૂલ ન રહી જાય.

મુળાંક ૭

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 7, 16 અથવા 25 તારીખના થયો છે તેમનો મૂળાંક 7 થાય છે. આ લોકો માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ વર્ષે કરેલ કામ આવનારા વર્ષો માટેનો પાયો તૈયાર કરશે. આ લોકોના જીવનમાં ઘણો બદલાવ આવશે, જેમાં નોકરી-વ્યવસાય, નવા સબંધ, દોસ્તી અને સ્થળ પણ સામેલ હશે.

મુળાંક ૮

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 8, 17 અથવા 26 તારીખના થયો છે તેમનો મૂળાંક 8 થાય છે. આવા લોકો માટે આ વર્ષે ખૂબ જ ધૈર્ય સાથે કામ કરવાની જરૂર છે. આ વર્ષે આ લોકોને વધારે સફળતા નહીં મળે પરંતુ સમયની સાથે સાથે તેઓને મહેનતનું ફળ મળતું રહેશે. એટલા માટે તેઓ એ ધીરજ રાખવી જરૂરી છે.

મુળાંક ૯

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની 9, 18 અથવા 27 તારીખના થયેલ હોય તેમનો મૂળાંક 9 થાય છે. આવા લોકો માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલો કોને વર્ષના અંત સુધીમાં ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. હાર્દિક લાભ માટે પણ આ વર્ષ ઉત્તમ રહેશે અને દરેક બાબતમાં સફળતા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here