આવનારા ૬ માહિનામાં ૬ કરોડ લોકોના સિમકાર્ડ થઈ જશે બંધ, જાણો તેનું કારણ

0
1144

ટેલિકોમ સેક્ટરમાં આવનારા સમયમાં ઘણા બદલાવો આવી શકે છે. જણાવવામાં આવે છે કે ટેલિકોમ ક્ષેત્રમાં આવનારા ૬ માહિનામાં ૬ કરોડ કનેક્શન બંધ થઈ જશે. ઈટીના રિપોર્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. આવું એટલા માટે થઈ શકે છે કે કેમ કે અત્યારે બધી જ કંપનીઓના ટેરિફ પ્લાન એકસરખા થઈ ગયા છે.

જેના લીધે એકથી વધારે ઉપયોગ તથા કાર્ડનો વપરાશ બંધ થઈ શકે છે. બધા જ લોકો એક જ સિમ કાર્ડને પ્રાથમિકતા આપી રહ્યા છે. જેના લીધે યુઝરને પણ આસાની થઈ શકે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભરતી એરટેલ અને વોડાફોન તથા આઇડિયાએ હાલમાં જ મિનિમમ રીચાર્જ પ્લાન રજૂ કર્યા છે.

આ સિવાય બધી જ ટેલિકોમ કંપનીઓના રીચાર્જ પ્લાન એકસરખા જ છે. આવા સમયે ગ્રાહકો પાસે ત્રણેય ઓપરેટરને બદલે કોઈ એક કંપનીને પસંદ કરવાનો ઓપ્શન વધી જશે.

આંકડાઓ અનુસાર ઓગસ્તના સંત સુધીમાં ટેલિકોમ સ્પેસમાં ઓવરઓલ વપરાશકર્તાઑની સંખ્યા ૧.૨ અબજ થઈ ગઈ છે. જેમાં હવે થોડો ઘટાડો આવી શકે છે. જો કે નવા કનેક્શન વધવાથી આ સંખ્યામાં વધારો પણ થશે. પરંતુ એવરેજ આ સંખ્યામાં હવે ઘટાડો પણ જોવા મળી શકે છે. ઘણા લોકો પાસે બે સિમ છે જેમાં લોકો હવે એક પર પસંદગી ઉતારી શકે છે.

સેલ્યુલર ઓપરેટર અસોશિએશન ઓફ ઈન્ડિયા ના ડાઇરેક્ટર જનરલ રાજન મેથ્યુજના બતાવ્યા પ્રમાણે, આવનારા ૬ માહિનામાં ટેલિકોમ વપરાશકર્તાઓ ની સંખ્યામાં ૨.૫ થી ૩ કરોડ ની સંખ્યામાં ઘટાડો થશે. અને આવનારા સમયમાં આ આંકડો ૪.૫ થી ૬ કરોડનો પણ થઈ જશે. જેના લીધે ટેલિકોમ સેક્ટરમાં ખૂબ જ મોટો બદલાવ આવી શકે છે.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ પ્રમાણે સૌ પ્રથમ Visit Group ની બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લિક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુકમાં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here