આવી રીતે બનેલો ભીંડો જ્યારે તમે ખાશો તો તેનો ચટપટો સ્વાદ કોઈ દિવસ ભુલી શકશો નહીં

0
1943

સામગ્રી :

 • 500 ગ્રામ ભીંડો
 • સાત થી આઠ ચમચી તેલ
 • મીઠું સ્વાદ અનુસાર
 • હળદર એક ચમચી
 • ધાણાજીરું 2 ચમચી
 • લાલ મરચુ 1 ચમચી
 • ગરમ મસાલો અડધી ચમચી
 • શેકેલા જીરાનો પાઉડર
 • એક ચમચી જીરું
 • તમાલપત્ર ૧
 • તજ ૧ નંગ
 • ડુંગળી ૧
 • ટમેટુ ૧
 • લાલ મરચી બેથી ત્રણ
 • આદુ એક નાનો કટકો
 • કોથમીર ગાર્નિશ કરવા માટે
 • લસણની કળીઓ પાંચથી છ
 • લીંબુ અડધું
 • દહીં 3 ચમચી

બનાવવાની રીત :

સ્વાદિષ્ટ ભીંડાનું શાક બનાવવા માટે સૌ પહેલા ભીંડા ને બે ભાગમાં કાપી લો એટલે કે એક ભીંડા ની વચ્ચે એક કાપો મુકો એટલે તેના બે ભાગ થઈ જાય. હવે દરેક ભાગમાં ચીરા પાડી લો તેમાં મીઠું ,હળદર અને લીંબુ છાટો અને તેને સરખી રીતે હલાવીને ઢાંકીને મૂકી દો.

હવે એક મિક્સરમાં ડુંગળીને પીસી લ્યો તેમાં પાણી નાખવું નહીં. એ પછી એક ટામેટું, નાના આદુનો ટુકડો, લીલી મરચી ને એકસાથે પીસી લ્યો. તેમાં પણ પાણી નાખવું નહીં. હવે એક કડાઈમાં સાતથી આઠ ચમચી તેલ ગરમ કરો અને તેમાં ભીંડાને સારી રીતે શેકો. ભીંડો શેકાઈ જાય એટલે તેને એક ડિશમાં ઝારાની મદદથી કાઢી લો જેથી તેમાં તેલ ન રહે.

હવે તે જ કડાઈમાં તેલ ગરમ કરીને તમાલપત્ર, તજ જીરું, લસણની કાપેલી કળીઓ નાખી બધું સરખી રીતે મિક્સ કરો. લસણની કળીઓ પાકી જાય એટલે તેમાં પીસેલી ડુંગળી નાખો. ડુંગળી બ્રાઉન કલરની થઈ જાય એટલે તેમાં ટામેટું, લીલી મરચી અને આદુ ની પેસ્ટ નાખો, હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, શેકેલા જીરાનો પાવડર અને મીઠું નાખીને ખુબ જ સારી રીતે બધું જ મિક્સ કરી બે મિનિટ સુધી ચડવા દેવું.

હવે તેમાં મોળું ત્રણ ચમચી દહીં ઉમેરવું. ગેસની ફ્લેમ ધીમી કરીને તેને ખૂબ જ સારી રીતે હલાવતા રહેવું અને બે મિનિટ સુધી ચડવા દો. હવે તેમાં શેકેલો ભીંડો મિક્સ કરી સારી રીતે હલાવીને પાંચથી સાત મિનિટ સુધી છીબું ઢાંકી અને ધીમી ફ્લેમ ઉપર ભીંડાને ચઢવા દેવો.

પાંચથી સાત મિનિટ પછી તરત જ ઢાંકણું ખોલવું નહીં. બે મિનિટ પછી ખોલવું જેથી બધું જ તેલ ઉપર આવી જાય અને ભીંડા ખૂબ જ સરસ રીતે ચડી જાય. હવે આ શાકને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here