આવી પત્ની પતિને બનાવી શકે છે કંગાળ, સખત મહેનત છતાં પણ નહીં મળે સફળતા

2
2034

શ્રીરામચરિતમાનસ માં તુલસીદાસજીએ શ્રીરામ કથાની સાથે સાથે સુખી અને સફળ જીવન માટે ઘણી નીતિઓ પણ બતાવી છે. જો તુલસીદાસજી દ્વારા બતાવવામાં આવેલ એ નીતિઓનું પાલન કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. અહી અમે તમને જણાવીશું કે સિતા માતા અને માતા અનસૂયાના સંવાદના આધાર ઉપર આપણે વ્યક્તિને કેવી રીતે પારખી શકીએ છીએ? માતા અનસૂયા સિતા માતાને કહે છે કે, धीरज, धर्म, मित्र अरु नारी। आपद काल परखिए चारी।

અનસૂયા માતા દ્વારા કહેવામા આવેલા આ શબ્દોનો અર્થ અમે તમને અહી જણાવીશું જેનો અમલ કરીને તમે જીવનની દરેક પરિસ્થિતિઓ માંથી સરળતા પસાર થઈ શકો છો, તમને કોઈપણ મુશ્કેલીઓ પરેશાન નહીં કરી શકે જો તમે આ વાતોને જીવનમાં ઉતારી લેશો.

આ ચોપાઈમાં અનસૂયા માતા કહે છે કે ધીરજ એટલે કે ધૈર્યની સાચી સમજણ અને પરખ મુશ્કેલીઓના સમયમાં જ થાય છે. કેમકે વિપરીત પરિસ્થિતિમાં જ વ્યક્તિ ક્રોધિત થાય છે અને ભૂલ કરી બેસે છે.

ધર્મની પરીક્ષા પણ ખરા પરિસ્થિતિમાં જ થાય છે. જો કોઈ વ્યક્તિ તકલીફોના સમયમાં પણ ઈમાનદારી રાખે છે, ખોટું નથી બોલતો અને ધર્મના માર્ગ પર ચાલતો રહે છે તો તે વ્યક્તિ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

જ્યારે આપના જીવનમાં ગરીબી આવે છે, બિમારીઓ આવે છે અને ખરાબ સમય શરૂ થાય છે ત્યારે આપના મિત્રોની પરીક્ષા થાય છે. આવા સમયે આપણે મિત્રોની મદદથી આવી પરિસ્થિતીમાંથી બહાર નીકળી શકીએ છીએ. મિત્રોની મદદથી આપણે ધારેલું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.

માતા અનસૂયા સિતા માતાને કહે છે કે, પત્નીની સાચી પરખ ત્યારે થાય છે જ્યારે તેનો પતિ દુખમાં હોય છે અને મુશ્કેલીમાં હોય છે. જ્યારે તેના પતિની ધન, સંપતિ નષ્ટ થઈ ગઈ હોય, જ્યારે ઘર-પરિવાર અને સમાજ તેના પતિને સાથે ના આપતો હોય ત્યારે પત્નીની સાચી પરખ થાય છે.

જો આવા સમયે પત્ની તેના પતિનો સાથે આપે છે તો તે શ્રેષ્ઠ હોય છે. જો પત્ની સારી અને સંસ્કારી હોય તો પતિને ઊંચાઈઓ પર પહોચાડી દે છે. સારી પત્ની તેના પતિ સિવાય કુટુંબને પણ ખૂબ સુખી બનાવી શકે છે અને આગળ લઈ જાય છે. પરંતુ જો પત્ની સારી ના હોય તો કોઈપણ રાજાને પણ ભિખારી બનાવી શકે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here