ઇન્ડિયન એર ફોર્સ ના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી છૂટીને તો આવી ગયા છે પરંતુ હમણાં તેઓ પોતાના ઘરે નહીં જઇ શકે. તેઓ ને સેનાના હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર તેઓ ડીબ્રિફિંગ ની પ્રોસેસમાંથી પસાર થઈ ચુક્યા છે. આ પ્રક્રિયામાં એ તપાસ કરવામાં આવે છે કે દુશ્મનોએ તેમના શરીરમાં કોઈપણ પ્રકારનું જાસૂસી ઉપકરણ તો નથી લગાવેલું ને. આ મેડિકલ પ્રક્રિયા ખૂબ જ તકલીફદાયક હોય છે. હોસ્પિટલ તરફથી મંજૂરી મળ્યા બાદ તેઓને આઇએએએફ ની મેસમાં મોકલવામાં આવશે.
અભિનંદન ને એક મહિના સુધી વાયુસેનાની મેસમાં રહેવું પડશે. આ દરમિયાન તેઓની આકરી પૂછપરછ કરવામાં આવશે. જ્યાં સુધી તેઓ અહીંયાં રહેશે ત્યાં સુધી તેના પરિવારજનો થોડા સમય માટે તેમની સાથે મુલાકાત કરી શકશે. મીડિયા રિપોર્ટ અનુસાર ઇન્ડીયન એરફોર્સના નિયમો મુજબ અભિનંદનને બધા જ પ્રકારની તપાસમાંથી પસાર થવું જરૂરી છે.
અત્યાર સુધીની તપાસમાં તેઓના શરીરની ડીબ્રિફિંગ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયામાં એ તપાસવામાં આવે છે કે તેમના નાક, કાન, મોઢા, મળદ્વાર ના રસ્તે અથવા તો પીવાના પદાર્થો દ્વારા કોઈ ચિપ તેમના શરીરમાં ફીટ કરવામાં આવી છે કે નહીં. જોકે આ તપાસમાં કોઈપણ પ્રકારની ગરબડ જોવા મળી ન હતી. ત્યારબાદ જ અભિનંદનને પોતાના પરિવારજનો અને ડિફેન્સ મિનિસ્ટર સાથે મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવી હતી. હજુ પણ તેઓ ડીબ્રિફિંગ ની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. આ પ્રક્રિયામાં તેઓને પાકિસ્તાનમાં તેમણે વિતાવેલા ૬૦ કલાકની દરેક સેકન્ડ ની જાણકારી પૂછવામાં આવી રહેલ છે.
ડીબ્રિફિંગ એક પ્રકારનું કાઉન્સિલિંગ હોય છે. આ પ્રક્રિયામાં સંબંધિત વ્યક્તિની સાઈકોલોજીકલ થીંકીંગ અને મગજની અવસ્થાની તપાસ કરવામાં આવે છે. અને તપાસ કરવામાં આવે છે કે થયેલ ઘટના ની અસર તેમના મગજ પર કેટલી પડી છે. આ સિવાય આ પ્રક્રિયામાં તપાસ કરવામાં આવે છે કે સંબંધિત વ્યક્તિ દુશ્મનના પ્રભાવમાં આવી ગયા છે કે નહીં. જોકે અભિનંદનના કેસના આ મુશ્કેલી નહોતી કારણ કે તેઓ એ ફક્ત ૬૦ કલાક જ પાકિસ્તાનમાં વિતાવેલ હતા. તેઓને એ પણ પૂછવામાં આવશે કે પાકિસ્તાનમાં તેમને કયા પ્રકારની જાણકારી માગવામાં આવી હતી. જે જગ્યાએ તેઓ રોકાયેલા હતા તે જગ્યાની પણ પુરી જાણકારી લેવામાં આવશે.