આવા કામ કરવાવાળા લોકોથી લક્ષ્મીજી થઈ જાય છે દૂર, ક્યારેય નથી મળતું ધન

0
1252

દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેના ઘરમાં ક્યારેય ધનની કમી ના રહે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે લક્ષ્મીજીની કૃપા તેના ઘરમાં સદા રહે. લક્ષ્મીજી તેના ભક્તોની ભક્તિથી પ્રસન્ન રહે છે અને તેમના પર ધનની વર્ષા કરે છે. એજ કારણથી લોકો લક્ષ્મીજીની પૂજા કરતાં રહે છે, પરંતુ લક્ષ્મી માતાજી ખોટું કામ કરવાથી જલ્દીથી ક્રોધિત થઈ જાય છે અને રિસાઇને ઘરેથી ચાલી જાય છે.

જો લક્ષ્મી માતાજી રિસાઇને ચાલ્યા જશે તો પરિવારની સુખ, સમૃધ્ધિ અને શાંતિ નષ્ટ થઈ જાય છે. અમે તમને અહી જણાવીશું કે એવા ક્યાં કામ છે જેને કરવાથી લક્ષ્મીજી રિસાઇને ચાલ્યા જાય છે, જે કોઈપણ પુરુષ કે સ્ત્રીએ ના કરવા જોઈએ. આ કામોમાં સાવધાની રાખીને લક્ષ્મી માતાજીને પ્રસન્ન કરી શકાય છે.

ગંદા કપડાં પહેરવા :

લક્ષ્મી માતાજીને સાફ સફાઈ ખૂબ જ પસંદ છે. સવાર અને સાંજ લોકો ઉજાસના સમયમાં જ ઘરની સફાઈ કરી લે છે જેથી કરીને લક્ષ્મી માતાજી ઘરમાં આવી શકે. ફક્ત ઘરમાં જ નહીં પરંતુ લક્ષ્મી માતાજી તેની પાસે જ જાય છે જે પોતે પણ સ્વચ્છ રહે છે. ગરુડ પુરાણમાં પણ એ વાત નો ઉલ્લેખ છે કે ગંદા કપડાં પહેરવા વાળા વ્યક્તિ પાસે લક્ષ્મી માતાજી નથી રહેતા.

દાંત સાફ રાખવા :

શરીરની સફાઈની સાથે દાંતની પણ સફાઈ કરવી પણ ખૂબ જ જરૂરી છે. જે લોકોના દાંત ગંદા હોય છે અને પોતાના દાંતનો ખ્યાલ નથી રાખતા એવા લોકોની પાસે લક્ષ્મીજી નથી રહેતા. જો વ્યક્તિ ખૂબ જ આળસુ સ્વભાવનો હોય તો પણ લક્ષ્મી માતાજી તેની પાસે નથી ટકતા. સ્વાસ્થ્યના હિસાબે જોવા જઈએ તો ગંદા દાંત રાખવાવાળા કઈ પણ ખાય છે તો એ દાંતની ગંદકી બધી પેટમાં જાય છે અને એ શરીરને દૂષિત કરે છે. લક્ષ્મી માતાજી આવા ગંદા વ્યક્તિનો ત્યાગ કરી દે છે.

વધારે પડતું ખાવા વાળા :

આ જાણીને તમને આશ્ચર્ય થશે કે વધારે પડતું ખાવા વાળા વ્યક્તિ પાસે પણ લક્ષ્મી માતાજી નથી રહેતા. જે લોકો જરૂરથી વધારે પડતું ખાય છે એ લોકો આળસુ પ્રકૃતિના હોય છે. એ લોકો આખો દિવસ ફક્ત ભોજનના વિચાર માં રહે છે અને પોતાના કામમાં ધ્યાન નથી આપતા. આવા લોકોને લક્ષ્મી માતાજી છોડીને જતી રહે છે. અન્નનો બગાડવા કરવા વાળા લોકો પર લક્ષ્મી માતાજીની કૃપા રહેતી નથી અને રિસાઇને ચાલ્યા જાય છે. લક્ષ્મી માતાજી એવા લોકોની પાસે રહે છે જે લોકો મહેનતુ હોય છે.

ખરાબ બોલવા વાળા :

લક્ષ્મી માતાજી એ લોકો પાસે ક્યારેય રહેવા નથી માંગતા જેવો ખરાબ બોલે છે. હમેશા બીજાની બુરાઈ કરવાવાળા, બીજા લોકો માટે અપશબ્દો કહેવાવાળા લોકો પાસે લક્ષ્મી માતાજી ક્યારેય નથી વાસ નથી કરતાં. લક્ષ્મી માતાજી એવા લોકો પાસે રહે છે જે બીજા માટે મીઠા શબ્દો અને મીઠી વાણીનો પ્રયોગ કરે છે. જે બીજા લોકો સાથે સારો વ્યવહાર કરે છે તેની પર લક્ષ્મી માતાજી પ્રસન્ન રહે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here