આટલી વાતોનુ ધ્યાન નહીં રાખો તો તમારું પણ વોટ્સઅપ એકાઉન્ટ થઈ શકે છે બંધ

0
576

ભારતમાં અત્યારે લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે જેમાં સાત ચરણમાં મતદાનની પ્રક્રિયા થવાની છે. તેમાં પહેલા ચરણનું મતદાન 11 તારીખના થઈ ચૂક્યું છે અને છ ચરણોનું મતદાન થવાનું બાકી છે. તેવામાં ચૂંટણી દરમિયાન સોશિયલ સાઈટ્સ નું યોગદાન ઘણું વધી જાય છે.

ઘણીવાર તેના દ્વારા ખોટા મેસેજ અને ન્યુઝ ફેલાવવામાં આવે છે. તેનાથી બચવા માટે ઘણા મોટા પગ લાવો ઉઠાવવામાં આવી રહ્યા છે. હાલમાં જ દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ દ્વારા ખોટા સમાચાર ફેલાવનારા ઘણા નંબર બ્લોક કરી દીધા છે. જો તમે પણ વોટ્સએપ યુઝર છો તો આ ખબર તમારા માટે છે.

વોટ્સએપ ને ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ભારતમાં વોટ્સએપ યુઝર બીજા દેશોના મુકાબલામાં ઘણા વધારે છે. પરંતુ વોટ્સએપ ને લઈને મુશ્કેલીઓ ત્યારે હતી જ્યારે ખોટા સમાચારો ફેલાવા લાગ્યા. જેના લીધે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ સરકાર તરફથી આપવામાં આવેલ કડક નિર્દેશો બાદ કંપનીએ પોતાના પ્લેટફોર્મ માં ઘણાં બદલાવ કર્યા છે.

પરંતુ હવે લોકસભાની ચૂંટણીઓ દરમિયાન આ યુઝર પર વધારે નજર રાખવામાં આવી રહી છે જે ચૂંટણી સાથે જોડાયેલી જાણકારી અને મેસેજ શેયર કરી રહ્યા છે. જો તમે પણ એમાંના જ એક છો તો તમારે થોડી વાતોનું ધ્યાન રાખવું પડશે નહી તો તમારું એકાઉન્ટ પણ બ્લોક અથવા બંધ કરી દેવામાં આવશે. નીચે આપવામાં આવેલા સ્ટેપ પરથી જાણો કે કયા કારણોસર તમારું વોટ્સએપ બ્લોક અથવા બંધ કરવામાં આવી શકે છે.

  • કોઈપણ યુઝરને અણગમતા અથવા વધુ પડતા મેસેજ ના મોકલવા. તેવામાં તે યુઝર રિપોર્ટ કરી શકે છે અને તમારું એકાઉન્ટ બંધ કરવામાં આવી શકે છે.
  • Unauthorised અથવા ઓટોમેટેડ મેસેજ મોકલવા વાળા એકાઉન્ટ અને ગ્રુપ ના બનાવો.
  • વોટ્સએપ ના મોડીફાઇડ વર્ઝન નો ઉપયોગ ન કરો.
  • અજાણ્યા લોકોને વોટ્સએપ ગ્રુપમાં એડ ના કરો.
  • વધુ પડતાં ગ્રુપમાં મેસેજ કરવા.
  • અજાણ્યા લોકોને મેસેજ પણ ના કરો.
  • વોટ્સએપ ના નિયમો અને શરતોનું ઉલ્લંઘન ના કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here