આપણે બધા જાણીએ છીએ કે આપણી આંખો આપણા માટે કેટલી મહત્વપૂર્ણ હોય છળ આ આંખો થી જ આપણે આ રંગીન દુનિયા ને જોઈ શકીએ છીએ. જ્યારે આપણે દુકાન પર મોબાઈલ ખરીદવા માટે જઈએ છીએ જ્યારે મોબાઈલ ના કેમેરા નું મેગાપિક્સેલ જરૂર જોતા હોઈએ છીએ અને વધારે માં વધારે મેગાપિક્સેલ વાળો કેમેરા વાળો મોબાઈલ ખરીદવાની કોશિશ કરીએ છીએ.
તમને કહી દઈએ કે આપણી આંખો પણ એક કેમેરાની જેમ જ કામ કરે છે પરંતુ શું આપ જાણો છો કે આપણી આંખો કેટલા મેગાપિક્સેલ ની હોય છે જો નથી જાણતા તો આજે અમે આ આર્ટિકલ ના માધ્યમ થી જણાવીશું.
તમે તમારી શાળા માં જરૂર વાંચ્યું હશે કે જ્યારે પ્રકાશ કોઈ વસ્તુ થી ટકરાઈ ને આપણી આંખો ના રેટિના પર પડે છે તો એ વસ્તુ નું પ્રતિબિંબ રેટિના પર બની જાય છે અને રેટિના પર બનેલા પ્રતિબિંબ સંવેદના દ્વારા આપણા મગજ સુધી પહોંચે છે જેનાથી આપણ ને ખબર પડે છે કે કઈ વસ્તુ જોઈ શકીએ છીએ. આ વાતને ધ્યાન માં રાખીને વૈજ્ઞાનિકો એ કેમેરા નો આવિષ્કાર કર્યો છે. કેમેરા ની વાત કરીએ તો તેમાં રેટિના ની જગ્યા એ લેન્સ કામ કરે છે એટલે કે કોઈ વસ્તુ નું પ્રતિબિંબ કેમેરાના લેન્સ પર બને છે.
જો માની લેવામાં આવે કે આપણી આંખો કેમેરા ની જેવી જ છે ત્યારે મન માં એક સવાલ ઉઠે છે કે આપણે કેમેરા ની ક્ષમતા ને તો મેગાપિક્સેલ માં જણાવીએ છીએ પરંતુ આપણી આંખો કેટલા મેગાપિક્સેલ કેમેરા જેવી છે.
એક શોધ માં એવું મળ્યું છે કે એક સાધારણ વ્યક્તિ ની આંખોમાં 24 હજાર ઇન ટુ 24 હજાર પિકસલ હોય છે. જે 576 મેગાપિક્સેલ ના બરાબર છે. જોવા જઈએ તો સરળ શબ્દોમાં વ્યક્તિ ની બન્ને આંખ મળીને ચારેય તરફના દ્રશ્યની છબી મગજ માં પહોંચે છે તે કુલ મળીને એક મોટા ક્ષેત્ર ની છવિ બને છે જે લગભગ 576 મેગાપિક્સેલ ની બરાબર હોય છે. હવે તમે જાણી ગયા હશો કે આપણી આંખો કેટલા મેગાપિક્સેલ ની હોય છે. આ આર્ટિકલ થી તમને આંખો વિશે ઘણી બધી જાણકારી મળી ગઈ હશે.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !