આપણે પતરાળા (પાત્રા)ની પ્લેટને દેશી માનીએ છીએ અને જર્મનીવાળા તેને વેંચીને અઢળક કમાઈ રહ્યા છે

0
932

ભારતમાં લગભગ એક દશક પહેલા લગ્નને છોડીને બધા જ પ્રકારના સામુહિક ભોજન તથા ભંડારામાં પતરાળા (પાત્રા)ના પાન ઉપર જ જમવાનું પીરસવામાં આવતું હતું. એકદમ કુદરતી અને દેશી ફ્લેટ પર જમવાની એક અલગ જ મજા હતી. પરંતુ લોકો હવે મોર્ડન થઈ રહ્યા છે ત્યારે તેમની પ્લેટ દેશી કઈ રીતે રહી શકે છે.

લોકોએ પણ આ પતરાળા (પાત્રા)ની પ્લેટને કચરાની પ્લેટ બતાવીને હટાવી દીધી હતી અને લઈ આવ્યા પ્લાસ્ટિક અને થરમોકોલ વાળી સ્ટાઇલિશ પ્લેટ જેને કોઈપણ જગ્યાએ ફેકો તો તેને ઓગળતા વર્ષો નીકળી જાય છે. જ્યારે આપણી કે જૂની પતરાની ક્લીપ પૂરી રીતે કુદરતી અને આસાનીથી ઓગળી જતી હતી.

હવે આપણી આ જુની દેશી પ્લેટને જર્મનીમાં અમુક લોકો કુદરતી પાંદડાની પ્લેટનું મોટા પ્રમાણમાં પ્રોડક્શન કરી રહ્યા છે અને દેશની બહાર પણ નિકાસ કરી રહ્યા છે. હાલમાં જ જર્મનીમાં એક નવો બિઝનેસ સ્ટાર્ટ-અપ શરૂ કરવામાં આવેલ છે જેનું નામ લીફ રિપબ્લિક છે. પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરતી આ દેશી પ્રોડક્ટને જોઈને જર્મનીના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. તેઓ કહી રહ્યા છે કે આ શાનદાર પ્લેટ પ્લાસ્ટિક કરતાં પણ મજબૂત છે, ખૂબ જ આરામથી માટીમાં ઓગળી જાય છે અને વૃક્ષોની કાપ્યા વગર જ બની જાય છે.

Image result for leaf republic germany hindi

હવે તો જર્મનીમાં આપણી આ દેશી પતરાળા ની પ્લેટ ખૂબ જ લોકપ્રિય થઇ રહી છે. લીફ રિપબ્લિક વાળા એ તો તેની ફેક્ટરી લગાવીને આધુનિક મશીનો દ્વારા પતરાળા (પાત્રા) ની પ્લેટોનું જોરદાર પ્રોડક્શન શરૂ કરી દીધેલ છે. પહેલા તો આ લોકો ફક્ત પોતાના દેશમાં જ આ પ્લેટનું વેચાણ કરી રહ્યાં હતા પરંતુ હવે તો વિદેશી લોકો પણ જર્મની ની આ દેશી ટેકનોલોજીને પસંદ કરવા લાગ્યા છે.

ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર જર્મનીની આ નેચરલ લીફ ખુબ જ ઉંચી કિંમતે વેચાય રહી છે. પહેલા અમને લાગ્યું કે એકવાર તેમની પાસેથી આ પ્લેટ મંગાવીને જોઈએ કે આખરે તેમની આ પ્લેટમાં એવું શું છે જે આપણી પતરાળા (પાત્રા)ની પ્લેટમાં નહોતું. પરંતુ ઓનલાઇન વેબસાઇટ પર જ્યારે પતરાની પ્લેટ કિંમત જ્યારે જોઈ ત્યારે મોતિયા મરી ગયા હતા. પતરાની એક પેકેટ ની કિંમત ૯ યુરો એટલે કે ૬૫૦ ભારતીય રૂપિયા થાય. અરે ભાઈ, આટલી કિંમતમાં તો આપણે પતરાળા (પાત્રા) ની આખી દુકાન ખરીદી લઈએ, પરંતુ પરેશાની એ છે કે અહીના લોકોને પતરાળા (પાત્રા) ની પ્લેટ દેશી લાગે છે. આ દેશી પ્લેટમાં જમવાનું એ આપણી મોડર્ન લાઇફસ્ટાઇલને અનુકૂળ નથી આવતું. તમને એક વાત જણાવી દઈએ કે જર્મની વાળા આપણાથી વધારે મોડર્ન છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here