આપણે જીવનમાં ચાર રાણીઓને પરણ્યા છીએ, જીવનમાં કોને અગ્રિમતા આપવી એ જાણી લો

0
1094

એક નગરમાં એક રાજા રહેતો હતો અને તેને ચાર રાણીઓ હતી. રાજા પ્રથમ નંબરની રાણીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેની સાર સંભાળ પણ ખૂબ જ રાખતો હતો. બીજા નંબરની રાણી સ્વરૂપવાન હતી આથી રાજા જ્યારે પણ કોઇ બહાર પાર્ટીમાં જાય તો તેને સાથે લઈ જતો હતો જેથી કરીને બહારના લોકો માં તેનો વટ પડે. ત્રીજા નંબરની રાણી બુદ્ધિશાળી હતી આથી જ રાજાને કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય અથવા તો કોઈ મુશ્કેલી અથવા મૂંઝવણ હોય ત્યારે તે ત્રીજા નંબરની રાણી સાથે ચર્ચા કરતો અને તેની સલાહ લેતો. ચોથા નંબરની રાણીને તો ભાગ્યે જ મળવાનું થતું અને એ પણ રાજા પોતે ક્યારેય મળવા માટે ન જતો. જ્યારે પણ રાણી રસ્તામાં મળી જાય તો વાત કરી લેતો હતો.

રાજા હવે મરણ પથારીએ પડ્યો હતો ત્યારે રાજાએ પોતાની બધી જ રાણીઓને પોતાની પાસે આવવા વિનંતી કરી. પ્રથમ રાણીએ તો સ્પષ્ટ શબ્દોમાં જ ના પાડી દીધી. જ્યારે બીજી રાણીએ તો કષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, “નજીક આવવાની વાત તો બહુ દૂર છે, હું તમારા મૃત્યુ બાદ બીજા લગ્ન કરી લઈશ.” ત્રીજી રાણીએ લાગણીવશ કહ્યુ કે, “મારી લાગણીઓ અને પ્રેમ તમારી સાથે છે પરંતુ હું પણ તમારી સાથે નહીં આવી શકું.” હવે રાજાને ચોથી રાણી પાસેથી કોઈપણ અપેક્ષા ન હતી, પરંતુ ચોથી રાણીએ સામેથી કહ્યું કે, “તમે મને સાથે આવવા માટે ના પાડશો તો પણ હું તમારી સાથે જ આવીશ કારણકે તમે મને પરણ્યા છો કે નહીં એ તો હું નથી જાણતી પરંતુ હું તો તમને પરણી ને જ આવી છું.”

મિત્રો આપણે બધા પણ જીવનમાં ચાર રાણીને પરણ્યા છીએ. પ્રથમ રાણી છે તે આપણું શરીર છે જેને આપણે ખૂબ જ સાચવીએ છીએ અને પ્રેમ પણ કરીએ છીએ. બીજી રાણી છે આપણી સંપતિ અને પદ જેને આપણે બહાર બીજા વ્યક્તિઓને દેખાડવામાં આપણે ગૌરવ માનીએ છીએ, તથા વિદાયની સાથે જ એ સંપત્તિ તથા પદ બીજા કોઈ વ્યક્તિનું થઈ જાય છે. ત્રીજી રાણી તે આપણો પરિવાર છે જે દરવાજા સુધી આપણી સાથે હશે પરંતુ ચોથી રાણી છે તે આપણો અંતરાત્મા છે જે સતત તમારી સાથે રહેશે.

આપણો અંતરાત્મા જેટલો ઊજળું હશે આપણું જીવન પણ એટલું જ મંગલમય બને છે. અને એક વાત હંમેશા માટે યાદ રાખવી કે એક પુજારી, મૌલવી કે પાદરી નો અંતરાત્મા પણ કાળો હોઈ શકે છે અને એક વેશ્યા નો અંતરાત્મા પણ ખૂબ જ ઉજળો હોય શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here