આપણને પ્રેમ શા માટે થાય છે?

0
2202

તમને પણ કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થયો હશે. પ્રેમનો અહેસાસ દરેક વ્યક્તિને જરૂરી છે. પ્રેમ ને મોહબ્બત, ચાહત પણ કહી શકાય.પરંતુ શું કોઈ દિવસ તમે વિચાર્યું કે આ પ્રેમ આપણને શા માટે થાય છે ? પ્રેમ એ એક અહેસાસ છે કે પછી કોઈ બીમારી છે.મિત્રો આજે અમારા આર્ટિકલમાં અમે જણાવીશું પ્રેમ વિશે.

પ્રેમ શું છે : જ્યારે વ્યક્તિ કોઈના પ્રેમમાં હોય છે ત્યારે તેના મગજનો એક હિસ્સો સક્રિય બની જાય છે જે વ્યક્તિને એક અનોખો અહેસાસ કરાવે છે તેથી પ્રેમમાં કોઈ જાદુઈ સંવેદના હોય તેવું લાગે તેથી વ્યક્તિ પ્રેમમાં ગમે તે હદ સુધી જવા માટે તૈયાર થઈ જાય છે. વૈજ્ઞાનિકોની માનવામાં આવે તો પ્રેમ આંધળો હોય છે.

પ્રેમનું રસાયણ વિજ્ઞાન : ડોક્ટર રોબર્ટનું કહેવું છે કે પ્રેમ થવા પાછળ દિમાગમાં ચાલતું એક રસાયણ છે. આ રસાયણ પોતાના પાર્ટનરની ભૂલોને પણ નજર અંદાજ કરાવી દેશે તેને અનહદ ખુશીઓ મહેસુસ કરાવે છે. આ રસાયણ પ્રેમમાં પડેલા વ્યક્તિમાં વધારે સક્રિય બની જાય છે  આ ન્યુરોકેમિકલ્સ ખૂબ લાંબા સમય સુધી ચાલતું નથી બેથી ત્રણ વર્ષ પછી આ રસાયણો સ્તર નીચે થતું જાય છે અને ચાર થી પાંચ વર્ષ પછી આ રસાયણ મગજમાંથી બિલકુલ જ ખતમ થઇ જાય છે.

પ્રેમના અહેસાસની શરૂઆત : મનોવૈજ્ઞાનિક આર્થરના અનુસાર  પ્રેમ કરવા માટે સંવેદનાઓ સિવાય બીજી ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે તેમણે એક રિચાર્જ કરાવ્યું જેમાં તેમણે ઘણા બધા છોકરાઓને આ છોકરાઓ અને છોકરીઓ એકબીજાથી અજાણ હતા તેમને 90 મિનિટ સુધી વાત કરવા માટે કહ્યું અને 4 મિનિટ સુધી એકબીજાની અાંખમાં જોવાનું કહ્યું. તમે માનશો નહીં કે ચાર એવા કપલ હતા જેમને એટલો પ્રેમ થઈ ગયો કે તેઓ એ લગ્ન કરી લીધા. પ્રેમ માં વ્યક્તિ નું આકર્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે.

હેરાન ફિશરના અનુસાર કે જેઓ એક લેખિકા છે તેમણે પ્રેમને 3 હિસ્સા માં વ્હેચ્યો છે : પહેલું છે શરીર નો પ્રેમ, બીજું છે મન નો પ્રેમ અને ત્રીજો જન્મો જન્મ નો પ્રેમ. શરીરના પ્રેમમાં વાસના સાથે પ્રેમ થયો હોય છે. શરીરનો આ પ્રેમ  ફક્ત પુરૂષો ને નહિ મહિલાઓને પણ થાય છે. પ્રેમી નો જીવ પોતાના પ્રેમિકાની અથવા પોતાના પાર્ટનર માં જ રહેતો હોય છે.

જનમ જનમનો સાથ એક બીજા સાથે આકર્ષણ થાય તે પછી તેઓ એકબીજા વગર રહી ન શકે અને લગ્ન કરીલે તેને જન્મ જન્મ નો સાથ વાળો પ્રેમ કહે છે. આ પ્રેમ લાંબા સમય સુધી ચાલે છે અને પરિવારને બાંધવામાં મદદ કરે છે આપણને સામાજિક રીતે એકરૂપ થવા માટે મદદ કરે છે.

પ્રેમ એક સુંદર અહેસાસ છે. પ્રેમ એ પાગલપંતી કે કોઈ બિમારી નથી. પ્રેમ એક એવી જરૂરત છે કે જે દરેકના જીવનમાં ખૂબ જ જરૂરી છે. જેના માટે આપણા શરીરના હોર્મોન્સ અને મનોવૈજ્ઞાનિક કારણ મહત્વ ની ભૂમિકા ભજવે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here