આજે સાંજે ૫ વાગ્યે જાહેર થઈ શકે છે લોકસભા ચુંટણીઓની તારીખ, ચુંટણી આયોગ દ્વારા બોલાવવામાં આવી પ્રેસ કોન્ફરેંસ

0
418

લોકસભાની ચૂંટણીઓની રાહ હવે આજે સાંજ સુધીમાં પૂરી થવાની સંભાવના છે. જાણકારી અનુસાર ચૂંટણી આયોગ રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો ની જાહેરાત કરી શકે છે. તેની સાથે જ આચાર સંહિતા પણ લાગુ કરી દેવામાં આવશે.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવન ના હોલમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવેલ છે. લોકસભાની ચૂંટણીની સાથે સાથે આંધ્રપ્રદેશ સિક્કિમ ઓરિસ્સા તથા અરુણાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણીની તારીખની ઘોષણા પણ કરવામાં આવશે. આયોગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારના રોજ એક મહત્વની બેઠક થઇ હતી, જેમાં સંબંધિત અધિકારીઓની હાજરીને અનિવાર્ય બનાવવામાં આવેલ હતી. તમને જણાવી દઈએ કે હાલની લોકસભાનો કાર્યકાળ ૩ જૂનના રોજ સમાપ્ત થઇ રહેલ છે.

લોકસભાની ચૂંટણી એપ્રિલ તથા મે મહિનામાં કરવામાં આવશે એવી સંભાવના રહેલ છે. મે મહિનાના ત્રીજા સપ્તાહમાં મતગણતરી થવાની સંભાવના છે. સાતથી આઠ ચરણમાં ચૂંટણી સંપન્ન કરવામાં આવી શકે છે.

આ ચુંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી સતામાં આવવા માટે કોશિશ કરશે, તો બીજી તરફ બીજા રાજકીય દળો એકજુથ થઈને ભાજપને ફરી સતામાં આવતા રોકવાની કોશિશ કરશે. આચાર સંહિતા લાગુ થાય બાદ સરકાર નીતિગત નિર્ણય નહીં લઈ શકે. તમને જણાવી દઈએ કે ૨૦૧૪માં પણ લોકસભા ચૂંટણીઓનું એલાન પણ રવિવારના રોજ કરવામાં આવેલ હતું.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here