આજનું રાશિફળ તા.૨૪/૧૧/૨૦૧૮

0
641

મેષ : આજે તમે ભવિષ્ય વિશેના ઘણા પ્લાન બનાવશો અને તેના પર અમલ કરીને જીવનને સફળતાથી ભરપૂર કરવાના પ્રયાસ કરશો. પણ બીજી તરફ ખોટા ખર્ચાઓને લીધે પાણી ફરતું જણાશે. ધનની પ્રાપ્તિ માટે તમારે ઘરથી દૂર રહેવું પડી શકે છે. તમારા વેપાર કે નોકરીમાંથી સમય ના મળવાને કારણે પોતાના પરિવાર સાથે મોબાઇલ થી સંપર્કમાં રહેવું પડશે.

વૃષભ : આજે તમે પોતાની અંદર સ્વાર્થની ભાવના લાવશો. બની શકે છે આ કારણથી તમારા મિત્રો તમને છોડીને જતાં રહે. તમારા આ વર્તનથી પરિવારના લોકો પણ તમારાથી દૂર જઈ શકે છે. તમે પોતાની સાથે કોઈપણ પ્રકારનો અન્યાય સહન નહીં કરી શકો. તમે પોતાના નજીકના મિત્રોને મનાવવામાં સફળ રહેશો.

 

મિથુન : આજે તમારી ભાવનાને જોઈને લોકો તમારામાં એક નેતાની છબી તમારામાં જોઈ શકશે. રચનાત્મક વિચારશૈલીને કારણે તમે કોઈપણ મુસીબતમાંથી નિકલવાનો રસ્તો શોધી લેશો. ગણેશજી કહે છે કે આજે તમે તમારા સહકર્મીયો પાસેથી ઘણી આશાઓ રાખી હશે પણ તમને તેમાં નિરાશા મળવાની છે.

કર્ક : તમારી વ્યવસાયમાં વધુ પડતાં રસ ને કારણે અમુક વ્યક્તિ તમને હાનિ પહોચડવાની કોશિશ કરશે. પણ તમારો કોઈ વિરોધી તમારા જીવનમાં કોઈ પ્રભાવ નહીં પડી શકે. પૈસાનો સાચો ઉપયોગ તમે આજે શીખવાના છો. પતિ-પત્નીના સંબંધો મજબૂત થશે.

સિંહ : આજે તમે ખૂબ જ વ્યસ્ત રહેવાના છો, જેના લીધે તમે કામકાજમાં સફળતા પ્રાપ્ત કરશો. પાડોશીઓ સાથે સારા સંબંધો બનાવી શકશો. પૈસાની લેવડ દેવડમાં લાભ થવાના સંકેતો છે. શનિવારનો આ દિવસ તમારા માટે ખાસ સફળ રહેવાનો છે.

કન્યા : આજે તમે તમારી મહેનતની મદદથી કલામાં વૃધ્ધિ કરવાની કોશિશ કરશો. તેનાથી તમારી નામના માં વધારો થશે. પર્સનલ જીવનમાં તમે આજે વધારે રોમાંચિત જીવનનો અનુભવ કરશો. સ્વસ્થ્યના દ્રષ્ટિકોણ થી આજનો દિવસ લાભકારી રહેશે.

તુલા : ગણેશજી બતાવે છે કે આજે તમે જો કોઈપણ પ્રકારનો વ્યવસાય ચાલુ કરવા માંગો છો તો જરા પણ સંકોચ ના કરો અને મોડુ ના કરો. ઘરના સજાવટની વસ્તુઓ ખરીદી શકો છો. તમારા પવિત્ર વિચાર પણ લોકોને તમારા તરફ આકર્ષિત કરશે.

વૃશ્ચિક : વ્યવસાય સાથે જોડાયેલા લોકો આજે પોતાના કાર્યક્ષેત્રમાં આજે પોતાની મહેનતનુ પ્રદર્શન કરી લોકોની પ્રસંશા મેળવશે. આજે તમે પોતાની અંદરની શક્તિઓને કારણે નકારાત્મક વિચારો પર કાબૂ મેળવી લેશો. ઉતાવળમાં કરેલ કોઈપણ નિર્ણય તમારા હિતમાં રહેશે નહીં.

ધન : આજે તમારા સમાજના લોકોને મળવા માટેનો સારો દિવસ છે સાથે સાથે નવા સંબંધો બનાવવામાં સફળ રહેશો. પૈસાના મામલે આજે તમે નસીબદાર રહેશો. આજે ધન કોઈને કોઈ બહાને તમારા પાસે ખેંચાઇ ને આવશે.

મકર : આજે કોઈપણ કામ કરવા માટે વિચારવાની જરૂર નથી, કારણ કે આજે દરેક કાર્ય તમારા હિતમાં અને તમારા પક્ષમાં જ રહેશે. વિદ્યાર્થી મિત્રો કે જેમને અભ્યાસમાં રુચિ છે તેઓને વિદેશ જવાનો અવસર બની શકે છે. જરૂરી કાર્યોને આજે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો આવું કરવાથી લક્ષ્મી માતાજી ખુશ થશે.

કુંભ : આજે તમે પોતાના કર્તવ્યોનું પાલન કરવા માટે પૂરી મહેનત કરી લેશો. કાર્યસ્થળ પર લોકો તમારા કામથી ખૂબ જ ખુશ થવાના છે. તમારા કુશળતાપૂર્વક ના કામને લીધે તમારા ઉચ્ચ અધિકારી પણ ખુશ રહેવાના છે. વિવાહિત લોકોના જીવનમાં ખુશીઓની લહેર દોડવાની છે.

મીન : આજે તમે સ્વભાવથી વધારે પડતાં લાગણીશીલ રહેશો, તેના લીધે તમે તમારા દુશ્મનોની પણ ઓળખ નહીં કરી શકો. આજે લગ્નનો પ્રસ્તાવ મૂકવાની ભૂલ ના કરશો કેમ કે આજે તે તમારા પક્ષમાં નહીં રહે. કામકાજનું ભારણ થોડું આજે વધારે રહેશે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here