આજનું રાશિફળ તા.૮-૧-૨૦૧૯, જાણો કઈ રાશિ રહેશે ભાગ્યશાળી

0
1171

મેષ : તમારો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આજે તમે અસ્વસ્થતા અને વ્યગ્રતાનો અનુભવ કરશો. શરીરમાં થાક, આળસ અને મનમાં અશાંતિ ની અનુભૂતિ રહેશે. આજે તમે થોડા ક્રોધિત રહેશો જેના લીધે તમારું કર્યા બગડી શકે છે.

વૃષભ : આજે કોઈપણ પ્રકારના નવા કર્યાનો પ્રારંભ ના કરવો. આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું. શારીરિક રૂપથી થાક અને માનસિક રૂપથી વ્યાકુળતાનો અનુભવ થશે.

મિથુન : આજે તમારે કોઈ વાહન ખરીદીનો યોગ બની શકે છે. નવા વસ્ત્રોની પણ ખરીદી કરી શકો છો. પ્રેમ સંબંધો માટે આજનો દિવસ સારો રહેશે. તન્દુરસ્તી સારી રહેશે અને સામાજિક સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.

કર્ક : તમારો આજનો દિવસ ખૂબ જ સુંદર રીતે પસાર થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે અને ઘરમાં સુખમય પ્રસંગ બનશે. તમે જે કઈ પણ કાર્ય કરશો તેમાં તમને સારું એવું માન સન્માન મળશે. આરોગ્ય સારું રહેશે, ઘરના સભ્યો સાથે હર્ષોલ્લાસ થી સમય વિતશે.

સિંહ : આજે તમે વધુ પડતાં કલ્પનાશીલ બનશો. સંતાન પ્રાપ્તિના સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઑ માટે અભ્યાસ માટે સારો સમય છે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે અને સ્ત્રી મિત્રો તરફથી લાભ મળશે. આજે તમારા દ્વારા પરોપકારનું કાર્ય થઈ શકે છે.

કન્યા : આજે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું નહીં રહે. ઘણી પરેશાનીઓને કારણે મન વ્યાકુળ રહેશે, સ્ફૂર્તિનો અભાવ રહેશે. સ્વજનો સાથે મતભેદ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્ય વિશે ચિંતા રહેશે. જમીન, મકાનના દસ્તાવેજોને સાંભળીને રાખવા.

તુલા : ભાઈઓ સાથે સારા સંબંધો રહેશે અને તેમની સાથે બેસીને ઘરના પ્રશ્નોની ચર્ચા થશે. નવા કાર્યોના આરંભ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે, ધન લાભના યોગ છે. શારીરિક અને માનસિક રૂપથી સ્વાસ્થ્ય રહેશો. પૈસાના રોકાણ માટે આજનો દિવસ ઉત્તમ છે, આજનો દિવસ ભાગ્યવૃધ્ધિનો છે.

વૃશ્ચિક : આજે સાધારણ લાભનો દિવસ છે. ખોટા ખર્ચાઓ પર અંકુશ લગાવવો જરૂરી છે. પરિવારમાં કલેશ ના થાય તેના માટે વિશેષ ધ્યાન રાખવું, કુટુંબના સભ્યો વચ્ચે ગેરસમજ ઊભી ના થાય તેનું ધ્યાન રાખવું. શારીરિક તકલીફો સાથે મનમાં ઉચાટ રહેશે. નકારાત્મક વિચારોને દૂર રાખવા.

ધન : આજનો દિવસ તમે શારીરક અને માનસિક સ્વાસ્થયનું ધ્યાન રાખવું. આજે તમે નિર્ધારિત કરેલા કાર્યોને પૂર્ણ કરી શકશો. આર્થિક લાભની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રવાસમાં વિશેષ રૂપથી ધાર્મિક યાત્રાની સંભાવના રહેલી છે. સ્વજનો સાથે મળવાથી મનમાં આનંદ રહેશે.

મકર : આજે વ્યવસાયિક કાર્યોમાં સરકારી હસ્તક્ષેપ વધશે. આજના દિવસે ખર્ચ સમયા દિવસ કરતાં થોડો વધારે રહેશે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં વ્યસ્તતા વધશે સાથો સાથ ખર્ચ પણ વધશે. આરોગ્ય સંબંધી ચિંતાઓ રહી શકશે. પુત્ર અને સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે.

કુંભ : નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે આજનો દિવસ શુભ છે. નોકરી અને વેપારમાં લાભ થવાની સંભાવના રહેલી છે. આજે લક્ષ્મી દેવીની કૃપા તમારા પર રહેવાની છે. સામાજિક ક્ષેત્રમાં તમારી ખ્યાતિમાં વધારો થવાનો છે.

મીન : આજનો દિવસ તમારો ખૂબ જ ફળદાયી રહેશે. આજે તમારા માટે કાર્ય સફળતા અને ઉચ્ચ પદાધિકરીઓની કૃપા દ્રષ્ટિને કારણે પ્રસન્ન ભર્યો દિવસ રહેશે. વેપારીઓને વેપારમાં વૃધ્ધિ અને સફળતા મળશે. પિતા તથા ઘરના વડીલો તરફથી લાભ મળશે, લક્ષ્મી દેવીની કૃપા તમારા પર રહેશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here