આજનું રાશિફળ તા.૪-૧૨-૨૦૧૮, જાણો કઈ રાશિ રહેશે ભાગ્યશાળી

0
957

મેષ : આજનો દિવસ તમારા માટે ઉતમ દિવસ રહેશે. તમારા વિરોધીઓ પરાજિત થશે અને ઉન્નતિના નવા અવસર મળશે. આર્થિક લાભના યોગ છે. સંતાન સુખ સંભવ છે. સુખ સુવિધા પર ખર્ચ થશે. શિવ ઉપાસના કરવાથી ફાયદો રહેશે.

વૃષભ : કામને સમયસર કરવું તથા પોતાની જવાબદારીને પૂર્ણ કરવી. સંતાન સાથે વાદ-વિવાદ થઈ શકે છે. કાર્યસ્થળ પર કર્મચારીઓનો સહયોગ મળી રહેશે. વાહન ખરીદવા માટેનું મન બનેલું છે તો એ સમય જલ્દી આવશે.

મિથુન : કોઈ વાતને લઈને મન વિચલિત રહેશે. ધનની આવકમાં વધારો થશે અને જરૂરી વસ્તુ શોધવામાં સમય વ્યતીત રહેશે. કોઈ કાર્યમાં સફળ થવા માટે પહેલા યોજના બનાવો ત્યારબાદ તેને લાગુ કરો તો કાર્યમાં સફળતા મળશે.

કર્ક : પરિવારના સભ્યોની મદદથી રોકાયેલા કર્યો પૂર્ણ થશે. આર્થિક ગૂંચવણમાં પડેલા કાર્ય આજે પૂરા થશે. કર્મચારીઓની અનિયમિતતાથી પરેશાની રહેશે અને સંતાનોના વ્યવહારથી દુખી થશો.

સિંહ : વેપારમાં વિસ્તારની સંભાવના છે. માંગલિક ખર્ચ સંભવ છે. અંગત સંબંધોમાં મધુરતા આવશે. આર્થિક રીતે સ્થિતિ થોડી મજબૂત થતી જણાશે. કોઈ વાત ને લઈને તમને પરેશાની રહેશે. થોડી સમજદારી થી દરેક કાર્ય કરવું.

કન્યા : વેપારમાં તંગીનો સામનો કરવો પડી શકે છે. તમારા વ્યવહારના લીધે લોકો તમારાથી દૂર રહેશે. અભ્યાસ માટે કર્જ કરવું પડી શકે છે. શેરબજારથી દૂર રહેવું. તમને પોતાનું કોઈ વ્યક્તિ વિશ્વાસઘાત કરી શકે છે.

તુલા : પરિવારનો માહોલ આનંદમય રહેશે. ધાર્મિક વિચારોમાં દિવસ પસાર થશે અને ધાર્મિક બાબતોમાં રુચિ વધશે. ઘરની સજાવતમાં ખર્ચ થઈ શકે છે. માવા કપડાઓ તથા અન્ય વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે. તમારા પાર્ટનરના વ્યહવરથી થોડા ચિંતિત રહેશો.

વૃશ્ચિક : ધારેલી સફળતા મળવાથી ખુશ થશો. મકાન બદલવાના યોગ બને છે અને આ યોગ તમને પોતાનું ઘર ના હોય બહુ જલ્દી પોતાનું ઘર લઈ શકવાનો સંકેત આપે છે. વેપારમાં ધનલાભ થવાના યોગ પણ બને છે.

ધન : નોકરીના સ્થળે પોતાના ઉપરી અધિકારીને પ્રસન્ન કરવામાં સફળ થશો. જે લોકો તમારી નિંદા કરતાં હતા એ લોકો જ હવે તમારી સાથે જોડાવવા માંગશે. જૂના વિવાદોના કારણે ચિંતામાં રહેશો. ખોટા વિચારો ના કરવા.

મકર : આજના દિવસે ઘણા પ્રકારના અનુભવો તમને થશે. મિત્રો તરફથી સહાયતા પણ મળશે. જીવનસાથી સાથે યાત્રામાં જવાનો પણ સંજોગ ઊભા થઈ શકે છે. પરિવાર ના સદસ્યો સાથે વાદ-વિવાદ થઈ શકે છે. પ્રેમ સંબંધમાં એકબીજા પ્રત્યેની લાગણીમાં વધારો થશે.

કુંભ : પોતાના અંગત સંબંધોમાં નાની નાની વાતોમાં થઈ રહેલા વિવાદોથી ચિંતામાં વધારો થશે. વેપારમાં ધારેલો લાભ લઈ શકશો પણ મહેનત ખૂબ જ માંગી લેશે. સારા કાર્યોમાં રુચિ વધશે.

મીન : અભ્યાસમાં ખૂબ જ સફળતાના યોગ બને છે. સંતાનના વિવાહને લઈને ચિંતામાં રહેશો. સમય જતાં જરૂરી કાર્યો પૂર્ણ થઈ રહેલા જણાશે. ભાઈઓ સાથે વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. શાંતિથી કાર્ય કરવું અને પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખવું.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here