આગ જેવી દુર્ઘટનાથી બચવા માટે શું કરવું? પરિવારના દરેક વ્યક્તિ અને બાળકોને જરૂરથી જણાવો

0
965

સુરતના તક્ષશીલા કોમ્પ્લેક્ષ માં લાગેલી આગે દરેક વ્યક્તિને વિચારતા કરી દીધા છે. કોમ્પ્લેક્સ અને રેસિડેન્ટ મકાનોમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા ખૂબ જ જરૂરી છે. તેમ છતાં પણ આપણે સતર્કતા પણ અને સમજદારીથી પોતાનો અને અન્ય વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.

કેટલાક વર્ષ પહેલા જે.પી. હોટેલ, વસંત વિહાર, ન્યુ દિલ્હી માં આગ લાગેલી હતી. જે દુર્ઘટનામાં ઘણા ભારતીયો મૃત્યુ પામ્યા હતા. પરંતુ સમજવા જેવી બાબત એ છે કે ત્યાં ભારતીય સિવાય જાપાની અને અમેરિકન નાગરિકો પણ હતા. પરંતુ તેમાંના એક પણ વ્યક્તિ જ આ દુર્ઘટનાનો ભોગ બનેલા હતા અને આબાદ રીતે બચી નિકળ્યા હતા.

જ્યારે આ બાબતની જાણ બધાને થઈ ત્યારે જાણવા મળ્યું હતું કે તેઓ પોતાની સતર્કતા અને સમજદારીથી આ દુર્ઘટનામાં થી બચી નિકળ્યા હતા. તો ચાલો અમે પણ તમને જણાવીએ છીએ કે આગ લાગવા જેવી દુર્ઘટનાથી બચવા માટે તેઓએ શું સમજદારી અને સતર્કતા નો ઉપયોગ કર્યો હતો.

  • જ્યારે પણ કોઈ કોમ્પ્લેક્સ અથવા રેસિડેન્ટ એપાર્ટમેન્ટમાં આગ લાગે ત્યારે પોતાના રૂમના દરવાજા ની નીચે ખાલી જગ્યા માં ભીના કપડા રાખી દેવા જેથી કરીને આગનો ધુમાડો રૂમની અંદર આવી ના જાય અથવા તો ઓછી માત્રામાં આવે.
  • આગ લાગે ત્યારે તેના ધુમાડાથી બચવા માટે નાક ઉપર ભીના રૂમાલ બાંધી દેવો જેથી કરીને ધુમાડો ફેફસામાં જાય નહીં.
  • આગ લાગે ત્યારે રૂમમાં જમીન પર સૂઈ જવું કારણકે ધુમાડો હંમેશા ઉપર તરફ જ જાય છે.

જ્યાં સુધી ફાયરબ્રિગેડના આવે ત્યાં સુધી આ રીતે બચાવની કામગીરી જાળવી રાખવી. જ્યારે પણ કોઈ જગ્યાએ આગ લાગે ત્યારે વધુ પડતા મૃત્યુ શરીરમાં ધુમાડો જવાથી ગુંગળાઈ જવાને લીધે થાય છે, આગને કારણે મૃત્યુ થવાની શક્યતા ઓછી રહે છે. કારણ કે આગ લાગવાની સ્થિતિમાં ભાગદોડ કરવામાં શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બની જાય છે અને ફેફસામાં ધુમાડો વધુ પ્રમાણમાં જાય છે અને વ્યક્તિ બેભાન થઈ જાય છે.

આગ લાગે ત્યારે બચાવ અને સુરક્ષાના થોડા ઉપાય

  • ભાગદોડ ન કરવી અને સંયમ જાળવી રાખવો જેથી તમે પોતાની અને અન્ય લોકોની મદદ કરી શકો.
  • નાક ઉપર ભીનું કપડું બાંધીને ફાયર બ્રિગેડ ના આવે ત્યાં સુધી જમીન પર સૂઈ જવું.
  • રૂમમાં કોઈ જગ્યાએથી ધુમાડો આવતો હોય તો તેને ભીના કપડાથી સીલ કરી દો.
  • તમારા મોબાઈલમાંથી શક્ય હોય તો ૧૦૦, ૧૦૧ અને ૧૦૨ નંબર પર મદદ માટે ફોન કરતા રહો તથા તેમને તમારા સ્થાન ની જાણકારી આપો જેથી કરીને તેઓ ઝડપથી  તમારા સુધી પહોંચી શકે.

આ મેસેજ લખતા ૩૦ મિનિટ લાગી છે પરંતુ તમે તમારા પ્રિયજનોને ૩૦ સેકન્ડમાં આ મેસેજ પહોંચાડી શકો છો. દુર્ઘટનામાં કોઇ પણ વ્યક્તિ ફસાઈ શકે છે જેથી કરીને આ અગત્યની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. નકામા મેસેજ તો આપણે બધાને શેર કરતા હોઈએ છીએ પરંતુ જાણકારીથી ભરપૂર આવા મેસેજ મોકલી અન્ય વ્યક્તિઓને મદદરૂપ થઈ શકીએ છીએ.

અમારી વિનંતી છે કે આ મેસેજ દરેક વ્યક્તિને મોકલો જેથી કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ ફસાઈ તો ત્યારે તેને આ જાણકારી ખુબ જ કામ આવી શકે છે. પરિવારના દરેક વ્યક્તિ અને ખાસ કરીને બાળકોને આ મેસેજ જરૂરથી વંચાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here