આ વિશાળ ગુફામાં આવેલ છે કળયુગનાં અંત તથા દુનિયાનાં ખતમ થવાનું રહસ્ય

0
1185

આજે પણ આપણા દેશમાં એવી હજારો જગ્યાઓ છે જેના વિશે આપણને જાણ નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ જગાવો વિશે આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે છતાં પણ આ જગ્યા વિષે આપણે નથી જાણતા. આવી જ જગ્યાઓ માં એક છે પાતાળ ભુવનેશ્વર ગુફા. ઉત્તરાખંડમાં આવેલ આ ગુફા કોઈ આશ્ચર્યથી ઓછી નથી.

પિથોરાગઢ ના ગંગોલી હાત વિસ્તારમાં પાતાળ ભુવનેશ્વર ગુફા ત્યાં આવેલ એક ખૂબ જ મોટા પહાડમાં 90 ફૂટ અંદર બનેલ છે. જણાવવામાં આવે છે કે આ ગુફામાં આવેલા પથ્થર પરથી જાણી શકાય છે કે કળિયુગનો અંત ક્યારે થશે. ભલે તમને આ વાત સત્ય ન લાગે પરંતુ જ્યારે તમે આ સત્યનો સામનો કરશો ત્યારે તમે જરૂર જાણી જશો.

પથ્થર આપે છે કળિયુગના અંત નો સંકેત

આ ગુફામાં ચાર યુગ ના પ્રતિક રૂપ માં ચાર પથ્થર આવેલા છે. તેમાંનો એક પથ્થર કે જેને કળિયુગનો પ્રતીક માનવામાં આવે છે તે ધીરે ધીરે ઉપર ઉચકાઇ રહ્યો છે. માનવામાં આવે છે કે જે દિવસે કળયુગના પ્રતીક રૂપા પથ્થર દિવાલ સાથે અથડાઈ જશે તે દિવસે કળિયુગનો અંત થઇ જશે.

આ ગુફા સાથે જોડાયેલી માન્યતા

આ ગુફામાં ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુજીની મૂર્તિઓ આવેલી છે તથા ગુફાની છત પર એક ચિત્ર માંથી ત્રણેય મૂર્તિઓ પર વારાફરતી પાણી ટપકે છે. ભગવાન શિવની જટાઓના દર્શન પણ આ ગુફામાં થાય છે. આ રહસ્યમયી ગુફામાં કેદારનાથ, બદ્રીનાથ અને અમરનાથના પણ દર્શન થાય છે. પાતાળ ભુવનેશ્વર ગુફામાં કાળભૈરવ ની જીભ ના પણ દર્શન થાય છે. તેને લઇને એવી માન્યતા છે કે મનુષ્ય કાળભૈરવના મુખમાંથી ગર્ભમાં પ્રવેશ કરી પુંછ સુધી પહોંચી જાય તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ચાર દરવાજા છે ચાર યુગ ના પ્રતીક

આ ગુફામાં ચાર દરવાજા બનેલ છે. તેને પાપ દ્વાર, રણદ્વાર, ધર્મ દ્વાર તથા મોક્ષ ના રૂપમાં પરિભાષિત કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણ અનુસાર પાપ દ્વાર ત્રેતાયુગમાં રાવણની મૃત્યુ સાથે બંધ થઈ ગયું હતું. રણ દ્વાર દ્વાપરમાં મહાભારત બાદ બંધ થઈ ગયું હતું જ્યારે ધર્મ દ્વાર હજુ પણ ખુલ્લુ છે. કહેવામાં આવે છે કે કળિયુગની સમાપ્તિ બાદ જ તે બંધ થશે. માનવામાં આવે છે કે મોક્ષ દ્વાર સતયુગની સમાપ્તિ પર બંધ થશે.

આ ગુફાને જોઈને તમે પણ જરૂર માણસો કે આવી કોઈ વસ્તુ ઈશ્વર જ બનાવી શકે છે કારણકે મનુષ્ય માટે આ શક્ય નથી. આ જગ્યા નું ધાર્મિક મહત્વ પણ છે અને ઘણાં લોકો માટે આ એક કષ્ટનિવારણ સ્થળ પણ છે. કહેવામાં આવે છે કે અહીંયા જવાથી વ્યક્તિના અમુક રોગો પોતાની જાતે જ ખતમ થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here