ઘણી વસ્તુઓ એવી હોય છે કે જેને ઘરમાં રાખવામાં આવે તો ઘરનું વાસ્તુ સારી રીતે રહે છે. વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી ચીજવસ્તુઓ વિશે બતાવવામાં આવ્યું છે જે ઘરમાં નકારાત્મક ને દુર કરે છે. આજે તમે એવી પ્રમુખ વસ્તુઓ વિશે જણાવીશું કે જેને ઘરમાં રાખવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં શ્રી યંત્ર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે ઘરમાં શ્રીયંત્ર રાખ્યું હોય તો તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર રહે છે. અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. માનવામાં આવે છે કે જે ઘરમાં શ્રીયંત્ર હોય તે ઘરમાં ક્યારેય ધનની કમી નથી રહેતી.
કાચબો વાસ્તુદોષ દૂર કરવા માટે ખૂબ જ સહાયક હોય છે જો ઘરમાં કાચબો રાખવામાં આવે તો તેનાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે. ચાઈનીઝ સિક્કો તેને ઘરના દરવાજા પર લટકાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી અને ધન સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પિરામિડ રાખવાથી કોઈપણ દિશામાં વાસ્તુ દોષ હોવાથી પણ દોષ સમાપ્ત થઈ જાય છે. અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.