અત્યારની સ્ટ્રેસવાળી જિંદગીમાં સફેદ વાળની સમસ્યા દરેક વ્યક્તિને પરેશાન કરે છે. સફેદ વાળ થવા એટલે એ કોઈ બીમારી નથી પરંતુ એક સમસ્યા છે જે વાળની સારી રીતે દેખરેખ ન કરવાથી થાય છે. પ્રદૂષણ, સ્ટ્રેસવાળું જીવન અને ધૂળ વગેરેને લીધે વાળમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે અને વાળ સફેદ થવા લાગે છે.
આ ઉપરાંત અમુક લોકોને સફેદ વાળની સમસ્યા વારસાગત પણ હોય છે. નાની ઉમરમાં સફેદ વાળ આવી જવાથી ઉમર કરતાં વહેલું વૃદ્ધત્વ આવી જાય છે. લોકો સફેદ વાળને છુપાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. જેવા કે કલર કરવો અને વાળ કાળા કરવા માટેની દવા લેવી. ઘણા એવ ઘરગથ્થુ ઉપાયો પણ છે જેનાથી આપ વાળને ફરીથી કાળા, ઘાટા અને ચમકદાર બનાવી શકો છો.
કોફી :
વાળને કાળા કરવા માટે બ્લેક કોફીનો ઉપયોગ પણ કરી શકાય છે. આ ઘરગથ્થુ અને કોઈપણ પ્રકારની આડઅસર વગરનો ઉપાય છે. બ્લેક કોફી ને બધાજ વાળમાં સારી રીતે લગાવી દો. અંદાજે ૩૦ મિનિટ સુધી વાળમાં રહેવા દો અને ત્યારબાદ વાળને શેમ્પૂ કર્યા વગર જ ધોઈ લો. થોડા દિવસો આવું કરવાથી વાળ કુદરતી કાળા થવા લાગશે.
ચા ની પત્તી :
ચા ની પત્તીને વાળ કરવા માટે ઉતમ ગણવામાં આવે છે. ચા ની પત્તીને પાણીમાં ઉકાળી લો અને પછી તે પાણીથી વાળને ધીમે ધીમે ધોઈ લો. આ આયુર્વેદિક ઉપચાર કુદરતી રીતે વાળને ધીમે ધીમે સંપૂર્ણ કાળા કરી દે છે. ચા ની પત્તીમાં રહેલા તત્વો થી વાળમાં ચમક આવી જાય છે અને વાળ રેશમી થઈ જાય છે.
ઓટ્સ :
આમ તો ઓટ્સનો ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે પરંતુ ઓટ્સમાં રહેલા તત્વો વાળને સફેદ કરવામાં ખૂબ જ કારગત નીવડે છે. ઓટ્સને લીધે વાળમાં રહેલો ખોડો પણ દૂર થાય છે. ઓટ્સનો ઉપયોગ બે રીતે કરી શકાય છે, ઓટ્સને પલાળીને અથવા તો ઉકાળીને માથા પર લગાવી દો. આ પ્રયોગ થી થોડા દિવસોમાં કાળા થવા લાગશે અને ખોડોની સમસ્યા પણ કાયમ માટે દૂર થઈ જશે.
આંબળા :
આંબળા વાળને કાળા રાખવા માટે સારી ઔષધિ ગણાય છે. આંબળામાં રહેલા વિટામિન સી વાળને સફેદ થતાં રોકે છે. આમળાંને દૈનિક ખાવાના ઉપયોગમાં લઈને પણ વાળને સફેદ થતાં અટકાવી શકાય છે.
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !