આ વનસ્પતિ આપે છે થાઈરૉઈડ અને બવાસીર જેવા રોગોમાં અસરકારક પરિણામ

1
142

શંખપુષ્પી નામની આયુર્વેદિક વનસ્પતિ કેટલાય રોગમાં બહું ઉપયોગી છે. આ વનસ્પતિ સમગ્ર ભારતમાં સહેલાઈથી ઠેકઠેકાણે મળી આવે છે. આ વનસ્પતિ થાઈરોઈડ અને બવાસીર સહિત ઘણા રોગોમાં અસરકારક પરિણામ આપે છે. આ વનસ્પતિ યાદશક્તિ વધારવામાં અને એથી વિશેષ તો નાનાં બાળકોની યાદશક્તિ સતેજ કરવામાં ખૂબજ ઉપયોગી છે. આ વનસ્પતિનાં ભારતમાં અલગ અલગ પ્રાંતમાં જેમકે ગુજરાતમાં શંખાવલી, હિન્દીમાં શંખપુષ્પ, મરાઠીમાં શંખોની અને બીજાં રાજ્યોમાં અલગ નામથી પ્રખ્યાત છે.

ખાસ કરીને નાનાં બાળકોને યાદશક્તિ વધારવા માટે એક મહિના સુધી એક મહિનો એનું ચૂર્ણ એક એક ચમચો મીઠાં દુધમાં આપીને પીવડાવવાથી યાદશક્તિ વધે છે. આજ રીતે ઘણાને ખાંસી પરેશાન કરે છે. એવાં દર્દીઓને દિવસમાં ત્રણ વખત એક એક ચમચો ચૂર્ણ નિયમિત રીતે આપવાથી ખાંસી માં ઘણી રાહત મળશે. આ ચૂર્ણમાં ખાંડ અથવાં સાકર મિક્સ કરવી. એનાંથી દર્દીઓને નિદ્રા પણ સરસ આવશે.

બવાસીર પરેશાન કરતાં હોય એવાં રોગમાં આ શંખપુષ્પીનાં પંચાંગ એટલેકે ફુલ,પાન, મૂળ, ફળ, થડ એ રીતે બધાનું ચૂર્ણ બનાવીને થાઈરોઈડ સહિતનાં રોગોમાં અસરકારક લાભકર્તા છે. એ રીતે જો થાઈરોઈડનાં રોગમાં દરરોજ એક એક ચમચો ખાંડ સાથે લેવામાં આવે તો મિનિટોમાં થાઈરોઈડ સહેલાઇથી નાબૂદ થઇ શકે છે. એજ રીતે દિવસમાં આનું ચૂર્ણ દરરોજ દિવસમાં ત્રણ વખત ખાવાથી બવાસીર રોગ ટૂંક સમયમાં મટી જાય છે.

આમ બવાસીર, ખાસી, થાઈરોઈડ વગેરે ઘણાં બધાં રોગોમાં ઉત્તમ પરિણામ આપે છે. બજારમાં ગાંધી કે કરીયાણાની દુકાન માંથી અથવાં આયુર્વેદિકનાં સ્ટોર માંથી આ બધી વસ્તુઓ સહેલાઈથી મળી રહે છે. આ વનસ્પતિ અન્ય જેમકે માથાના દુઃખાવા લોહીનાં ઉચ્ચ, હિસ્ટીરીયા,દબાણને કારણે પેદાં થતાં ક્રોધ સામે રક્ષણ આપીને રોગને સહેલાઈથી સમાવીને મગજને આરામ આપે છે.

બીજી એક મહત્વની વાત એ છે કે  એનું ઘી સાથે ડોક્ટર અથવા જાણીતા સલાહ કાની દેખરેખ હેઠળ સેવન કરવાથી દિર્ઘાયુ પ્રદાન કરે છે. સખત ગરમી વખતે એનું  પીણાનાં રૂપમાં સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. આ ચૂર્ણ પાવડર નાં રૂપમાં રોજ લગભગ ૩થી ૫ ગ્રામ સધી લઇ શકાશે.એની ટેબલેટ કે કેપસુલ અઢીસોથી પાંચસો મિ. ગ્રામની ઉપલબ્ધ છે.

સાઇડ ઇફેક્ટ :

આ બધા વચ્ચે રોગીએ ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે ખાસ કરીને ગર્ભવતી મહિલા કે લોહીનાં ઓછાં દબાણ ધરાવતી વ્યક્તિએ આનું સેવન કરવાથી દૂર રહેવું.

ઓનલાઈન ખરીદી : સામાન્યતઃ આ દવા ફ્લિપકાર્ટ કે એમેઝોન વગેરે ઓનલાઈન થકી સહેલાઇથી ઓછા ભાવે મળી રહે છે.

લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here