સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા અને હરેકૃષ્ણ કંપનીના માલિક સવજીભાઇ ધોળકિયા તેમના સામાજિક કર્યો તથા ઉદારદિલીને કારણે જાણીતા છે. અનાથ દીકરીઓના લગ્ન કરાવવા તથા પોતાની કંપનીમાં કામ કરતાં કારીગરોને દિવાળીના બોનસ માં કાર ભેટ આપવા માટે તો ખૂબ જ જાણીતા છે અને તેમની આ કામગીરીની નોંધ પૂરા દેશમાં લેવાય છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ સુરતના આ ડાયમંડ કિંગ ફરી ચર્ચામાં આવ્યા છે અને ચર્ચાનું બીજું કોઈ કારણ નથી પણ તેમની કંપની દ્વારા કારીગરોને દિવાળી બોનસમાં કાર ભેટ આપવાનું છે. હીરાના વેપારી સવજીભાઇ આ વર્ષે પણ ૬૦૦ કારીગરોને મારુતિની કાર ભેટ માં આપી હતી. સુરત સિવાય પણ અન્ય શહેરોમાં પણ તેમની કંપની કામ કરી રહી છે.
તેમની કંપની દ્વારા ૬૦૦ કારીગરોને જ્યારે ચાવી આપવામાં આવી ત્યારે દિલ્હીથી વડાપ્રધાન દ્વારા તેમના કારીગરોને વિડિયો કોન્ફરેંસ દ્વારા સંબોધવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, દેશમાં ઉધોગપતિઓની ટીકા કરવી એ એક સામાન્ય બાબત છે. તેઓએ કહ્યું હતું કે તેઓ આજે ઉધોગપતિઓની સાથે ઊભા રહેવાથી તમને કોઈ ચિંતા નથી. પેટ્રોલ અને ડીજલમાં આવેલા ઉછાળાને મુદે તેઓએ કહ્યું કે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આનો ઉપાય અને વિકલ્પ છે અને તેઓએ ડોમેસ્ટિક સ્તરે ઉધોગપતિ પાસેથી એવિ આશા પણ રાખે છે કે તેઓ સારા અને ઓછા બજેટ વાળા તથા એકદમ આસાનીથી ચાર્જિંગ થઈ શકે તેવા વાહનોનું નિર્માણ કરે.
સાવજીભાઇ ધોળકિયા છેલ્લા ઘણા સમયથી પોતાના કર્મચારીઓને એક થી એક ચઢિયાતી ભેટ આપતા આવ્યા છે. હરેકૃષ્ણ કંપનીના મુખ્ય ૩ પદો પર કાર્ય કરતાં કર્મચારીઓને મર્સિડીઝ કાર ભેટમાં આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કર્મચારીઓને ભેટમાં આપેલી મર્સિડીઝ કારની કિમત ૧ કરોડ ૩ લાખ રૂપિયાની હોવાનું જાણવા મળેલ છે.
આ પ્રસંગે તેઓએ કહ્યું હતું કે, કર્મચારીઓની મહેનત અને ધગશના કારણે કંપની આ સ્તરે પહોચી શકી છે તો તેમને ભૂલી શકાય નહીં. સાવજીભાઇ ધોળકિયાની આ કંપનીમાં કુલ ૮૦૦૦ કર્મચારી કામ કરે છે. કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર ૬ હજાર કરોડ રૂપિયા છે.
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !