આ ટિપ્સના ઉપયગોથી વિજળીનું બિલ અડધું થઈ જશે, પછી ચલાવો આખો દિવસ એસી

0
393

ગરમીની સીઝન ચાલુ થઈ ગઈ છે. એવામાં સૌથી વધુ રાહત એર-કન્ડિશનર થી મળે છે. જો તમે ગરમીથી છુટકારો મેળવવા માટે એસી લેવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે અમારી આ જાણકારી વધુ કામ આવશે.

એસી ને લઇને સૌથી મોટી સમસ્યા એ આવે છે કે તેનું બીલ વધુ આવશે. આજે અમે તમને અમુક એવી ટિપ્સ વિશે જણાવીશું કે તેનાથી લાઈટ બિલ ઓછું કરી શકો છો.

એસી થી લઇને ઘણી પ્રોડક્ટ ઉપર ૫૦% થી વધુ ડિસ્કાઉન્ટ મળતું હોય છે. સૌથી પહેલા તમે તમારા રૂમની તપાસ કરો. તેના પછી તમે તમારી રૂમની જરૂરિયાત પ્રમાણે એસી પસંદ કરવું. જેનાથી તે રૂમ ઠંડો પણ કરે અને લાઈટ બિલ પણ વધુ ના આવે. તમે તમારા રૂમની વર્ગ મીટર પ્રમાણે એની ખરીદી કરો. જેમકે એસી અલગ-અલગ ટન હોય છે અને તેનું મહત્વ તેના ઉપર નિર્ભર હોય છે. જો તમારે 100 વર્ગ મીટર રૂમ માટે એસી લેવુ હોય તો 0.75 ટન નું એસી રૂમ ને ઠંડુ કરી શકે છે.

તમે જોયું હશે કે એસી સ્ટાર રેટિંગ સાથે આવે છે. જેનાથી તેની કિંમત વધતી અને ઓછી હોય છે. એ તમારા ઉપર હોય છે કે તમારે એસી નો ઉપયોગ કેટલો કરવો છે અને કેટલો નથી કરવો.

તમારે થ્રી સ્ટાર વાળું એસી ખરીદવું જોઈએ કેમકે ફાઈવ સ્ટાર વાળા એસીની તૂલનામાં તેની કિંમત ઓછી હોય છે. ફાઇવ સ્ટાર એસી ની કિંમત ત્રણ કે ચાર સ્ટાર વાળા એસી કરતા વધુ હોય છે. પરંતુ તે બીજી એસીની તુલનામાં બિલ ઓછું આવે છે. ખાસ ધ્યાનમાં રાખવુ કે એવી કંપનીનું એસી ખરીદવું જેની સર્વિસ તમને ભવિષ્યમાં સારી મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here