આ તે વળી કેવો દરિયો !! જ્યાં કોઈ વ્યક્તિ ડૂબતું જ નથી, જાણવા માટે વાંચો અહેવાલ

0
2308

પ્રકૃતિના ખોળામાં કેટલા રહસ્યો છુપાયેલા છે એ કોઈ નથી જાણતું. આકાશથી લઈને પાતાળ સુધી ભરેલી આ દુનિયામાં કઈ પણ બની શકે છે. એવા જ એક રહસ્ય વિશે અમે તમને લોકોને આજે જણાવવા જઈ રહ્યા છીએ. લગભગ બધા જ લોકોને નદી, તળાવ, દરિયામાં નાહવાનો અને તરવાનો બહુ શોખ હોય છે, પણ અફસોસ કે તરતા આવડતું નથી એટલે ઘણા લોકો તેની મજા લઈ શકતા નથી.

બહાર કોઈ દરિયા કિનારે ફરવા ગયા હોય અને બધા જ લોકો કે જેઓને તરતા આવડતું હોય એ મજા લઈ રહ્યા હોય અને તમે એક ખૂણામાં બેસીને એ લોકોને જોઈ રહ્યા હોય તો થોડીવાર તો મનમાં એવો સવાલ તો થાય જ છે કે જો મને પણ તરતા આવડતું હોય તો હું પણ આ રીતે દરિયાના પાણીની મજા લઈ શકું.

તમે તો જાણો જ છો કે પાણીનો સૌથી વિશાળ સ્ત્રોત સમુદ્ર છે જે ખુબ જ ઊંડો હોય છે. સમુદ્રમાં જ્યાં સુધી તમારી નજર પહોચે છે ત્યાં બધે જ પાણી હોય છે. દરિયો એવી જગ્યા છે જ્યાં સારા તરવૈયાઓ પણ તરવા જતાં પહેલા એકવાર જરૂર વિચારે છે. સામાન્ય વ્યક્તિ ડૂબી જવાના ભયને લીધે લાઇફ જેકેટ વિના દરિયામાં જવાનું વિચારતો પણ નથી.

દરિયાની ઊંડાઈને લીધે તેમાં ડૂબી જવાનો ભય હંમેશા દરેક વ્યક્તિને સતાવતો રહે છે. પણ જો તમને એવું કહીએ કે એક એવો દરિયો છે જ્યાં તમે લાઇફ જેકેટ વગર પણ તારી શકો છો. કેમ કે આ એવો દરિયો છે જેમાં તમે ઈચ્છો તો પણ નથી ડૂબી શકતા.

Dead Sea_01

જી હાં, આ વાત બિલકુલ સાચી છે. હકીકતમાં આ દરિયો સમગ્ર વિશ્વમાં ડેડ સી તરીકે જાણીતો છે. ડેડ સી જોર્ડન અને ઈજરાયેલની વચ્ચે આવેલો છે. કહેવામા આવે છે કે આ દરિયાની આસપાસ કોઈ જીવન નથી. દરિયાનું પાણી પણ ખુબ જ ખારું છે.

દરિયાના પાણીમાં મીઠાનું પ્રમાણ એટલુ બધુ છે કે તેના લીધે તેમાં કોઈપણ જીવ કે વનસ્પતિ નથી. આ દરિયાને વિશ્વની સૌથી મોટી ખારા પાણીની જિલ પણ કહેવામા આવે છે. આ દરિયાના પાણીમાં ખૂબ જ માત્રામાં મિનરલ મળી આવે છે જેના કારણે આ શરીર માટે ઘણી ફાયદાકારક છે.

આ દરિયાને સોલ્ટ સી પણ કહેવામા આવે છે. આ દરિયાનું પાણી ખૂબ જ ખારું છે અને બીજા દરિયાની સરખામણીમાં મીઠાનું પ્રમાણ પણ ખૂબ જ વધારે છે. મીઠું એટલુ બધી માત્રામાં છે કે તેના લીધે દરિયા માં કોઈ જ વનસ્પતિ કે જીવ નથી. કહેવામા આવે છે કે આ દરિયામાં નહાવા થી ઘણા ત્વચા સંબંધી રોગ સમાપ્ત થઈ જાય છે.

જ્યાં હવે તારવણી વાત આવે છે તો તેનું કારણ પણ આ દરિયાનું ખારું પાણી જ માનવામાં આવે છે. પાણીમાં મીઠાનું પ્રમાણ વધારે હોવાને લીધે અહી ઉછાળ પણ સૌથી વધારે રહે છે જેના લીધે જ કોઈ પણ વ્યક્તિ અહી ડૂબતું નથી.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here