આ તળાવમાં દેખાય છે સાક્ષાત ભગવાન વિષ્ણુ, દર્શન માટે જોવા મળે છે ભક્તોની ભીડ

0
682

દેશભરમાં ઘણા બધા અદભુત અને આકર્ષક મંદિરો આવેલા છે જેની સુંદરતા કોઈપણ વ્યક્તિને પોતાની તરફ ખેંચી લાવે છે. આજ મંદિરોમાંથી એક મંદિર નેપાળના કાઠમાંડુ થી લગભગ ૧૦ કિલોમીટર દૂર છે. નેપાળના શિવપુરીમાં ભગવાન શ્રી વિષ્ણુ મંદિર ખુબ જ સુંદર અને સૌથી મોટું મંદિર છે.

મંદિર પોતાની કોતરણીથી ખૂબ જ પ્રસિદ્ધ છે, અહીં સ્થાપિત આ મંદિર બુઢાનિલકંઠ મંદિરના નામ થી ઓળખવામાં આવે છે. અહીં મંદિરમાં ભગવાન વિષ્ણુની સૂતી પ્રતિમા બિરાજમાન છે જે લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. મંદિરમાં બિરાજમાન આ મૂર્તિની લંબાઈ પાંચ મીટર અને તળાવ ની લંબાઈ 13 મીટર છે. જે બ્રહ્માડિય સમુદ્ર નું પ્રતિનિધિત્વ કરે છે.

ભગવાન વિષ્ણુની આ પ્રતિમાને ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી છે અને દર્શાવવામાં આવી છે કે તળાવમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ શેષનાગની કુંડળીમાં બિરાજિત છે. તેમના 11 માથા એકબીજાને ટકરાતા જોવા મળે છે. વિષ્ણુજીની આ પ્રતિમામાં વિષ્ણુજીના ચાર હાથ તેમના દિવ્ય ગુણોને બતાવી રહ્યા છે. પહેલુ ચક્ર મન નું પ્રતિનિધિત્વ કરે છે. એક શંખ ચાર તત્વ, એક કમળનું ફૂલ ચાલતુ બ્રહ્માંડ અનેક ગદા પ્રધાન જ્ઞાનને દર્શાવે છે.

મંદિરમાં અપ્રત્યક્ષ રુપમાં બિરાજમાન છે શિવ ભગવાન. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ પ્રત્યક્ષ રૂપમાં બિરાજમાન છે અને ભગવાન શિવ પાણીમાં અપ્રત્યક્ષ રૂપમાં બિરાજમાન છે. બુદ્ધ નીલકંઠ ના પાણી ને ગોસાઈ કુંડમાં ઉત્પન્ન માનવામાં આવે છે અને અહી લોકોનું માનવું છે કે ઓગસ્ટ થતા વાર્ષિક શિવ ઉત્સવ દરમિયાન પાણીમાં નીચે ભગવાન શિવની દેખાય છે.

પૌરાણિક કથા અનુસાર સમુદ્રમંથન સમયે સમુદ્રમાંથી વિષ નિકળ્યું હતું. સૃષ્ટિને બચાવવા માટે શિવજીએ તે  વિષ ને પોતાના ગળામાં સમાવી લીધું હતું અને ત્યારથી શિવજી નું નામ નીલકંઠ પડ્યું છે. જ્યારે વિષ થી તેમનું ગળું બળવા લાગ્યું ત્યારે તે કાઠમાંડુથી ઉત્તરની સીમા તરફ ગયા અને એક તળાવ બનાવવા માટે પોતાના ત્રિશુળથી પર્વતની ઉપર  એક તળાવ બનાવ્યું અને તે તળાવથી પોતાની તરસ છુપાવી આ તળાવને ગોસાઈ કુંડના નામથી જાણવામાં આવે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here