આ સંકેતો જણાવે છે કે દિવાળીમાં લક્ષ્મીજી ની કૃપા તમારા પર થવાની છે.

0
1371

દિવાળીના દિવસે લોકો લક્ષ્મી માતાજીની ઉપાસના અને પૂજા કરે છે. લક્ષ્મીજીની દયા દ્રષ્ટિ અને કૃપા મેળવવા માટે લક્ષ્મીજીની વિશેષ પુજા અર્ચના લોકો કરે છે. આ પુજા અર્ચના કર્યા પછી અને પુજા અર્ચના કર્યા સિવાય પણ અમુક સંકેતો દર્શાવે છે કે તમારા ભાગ્યના દ્વાર ખૂલવાના છે. અમુક માન્યતાઓ અનુસાર કેટલાક શુભ સંકેતો સૂચવે છે કે વ્યક્તિનું નસીબ ઉજ્જવળ બનવાની તૈયારી છે અને આકસ્મિક લાભ થવાનું સૂચન કરે છે.

દિવાળીના દિવસોમાં લોકોમાં એવી માન્યતા છે કે આ પવિત્ર દિવસોમાં માતા લક્ષ્મીજી ધરતી પર આવે છે અને પ્રસન્ન થયેલા ભક્તોના ઘરે વાસ કરે છે. લક્ષ્મીજી ની કૃપા જે લોકો પર વરસે છે તેમને ધન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિ આર્થિક તકલીફો થી દૂર રહે છે અને ઘર માં સુખ, સમૃધ્ધિ અને શાંતિ રહે છે.

શાસ્ત્રોમાં જણાવાયેલા શુભ સંકેતો શું હોય છે એ અમે અહી તમને જણાવીશું, જેના પરથી તમને ધન કે આર્થિક લાભ થશે એ જાણી શકશો.

ગરોળી દેખાવી

દિવાળીની સાફ સફાઈમાં ઘણા ઘરોમાં ગરોળી દેખાય છે અને મહિલાઓ તેનાથી ડરે છે પણ તમને નહીં જાણ હોય કે આ સમયમાં ઘરમાં ગરોળીનું દેખાવું શુભ છે.

બિલાડી ઘરમાં પ્રવેશ કરે

આમ તો લોકો બિલાડીને નેગેટિવ ઉર્જાનો સંચાર કરતો જીવ કહે છે પરંતુ જો આ જ બિલાડીને દિવાળીના શુભ દિવસોમાં જોવામાં આવે તો તેને લક્ષ્મીજીનું જ એક રૂપ માનવામાં આવે છે. ખાસ કરીને જો દિવાળીના દિવસે બિલાડી ઘરમાં આવીને દૂધ પી જાય તો તેને ખૂબ સારો સંકેત માનવામાં આવે છે. તેનાથી ધન અને સમૃધ્ધિની વૃધ્ધિ થાય છે.

છછુંદર જોવા મળવું

ગંદકીમાં રહેતા છછુંદરને પણ દિવાળીના દિવસમાં શુભ માનવામાં આવે છે. દિવાળીના સમયમાં ઘરમાં છછુંદર નીકળે તો ઘરમાં ધન લાભ થાય છે અને આર્થિક તકલીફો દૂર થાય છે.

અટકેલું ધન મળવું

ધનને દિવાળીના સમય માં સૌથી શુભ માનવામાં આવે છે, કેમ કે માતા લક્ષ્મીજી અને કુબેરજી આ ધનના દેવી-દેવતા છે અને દિવાળીના સમયમાં આમની પુજા કરવામાં આવે છે. દિવાળીના આ દિવસોમાં જો તમને તમારું ફસાયેલુ કે અટવાયેલું ધન મળે તો એ ખૂબ જ સારા સંકેત છે.

ઘુવડ દેખાવવું

દિવાળીની રાતે જો તમને તમારા ઘર પર ઘુવડ બેસેલું જોવા મળી જાય તો એ ખૂબ જ આનંદની વાત છે કેમ કે ઘુવડ એ લક્ષ્મીજી નું વાહન છે. આ સંકેત દર્શાવે છે કે લક્ષ્મી માતાજી તમારા પર પ્રસન્ન છે અને તમારા પર પોતાની કૃપા વરસાવવાની છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here