આ રિક્ષાવાળો દરરોજ લોકોને પીવડાવે છે મફતમાં ઠંડુ પાણી

0
541

આ છે હૈદરાબાદમાં રહેવાવાળા શેખ સલીમ. વ્યવસાયે તેઓ રિક્ષા ડ્રાઇવર છે પરંતુ આપણે તેમની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે કાળઝાળ ગરમીમાં તેઓ લોકોને ઠંડું પાણી પીવડાવે છે. 45 વર્ષીય પોતાની સાથે એક નાનું વોટર કુલર લઈને ચાલે છે. જેથી કરીને ગરમીમાં લોકોને પાણી પીવડાવી શકાય.

દરરોજ સવારે 9 વાગે નીકળે છે

સલીમ દરરોજ સવારે 9 વાગ્યે ઘરેથી નીકળે છે. સાંજે ૬ વાગ્યા સુધી રિક્ષા ચલાવે છે. રસ્તે ચાલતા મુસાફરોને, ટ્રાફિક પોલીસ વાળાને, રસ્તા પર ભીખ માંગતા લોકોને સલીમ પાણી પીવડાવે છે. ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ હાથ ઊંચો કરે એટલે સલીમ રિક્ષા રોકી દે છે, રિક્ષામાં મુસાફરો હોય તોપણ અને કોઈ તરસ્યો પાણી પીવા માગતો હોય તો પણ.

20 લિટર પાણી ખરીદે છે

સલીમે જણાવ્યું હતું કે તેઓ દરરોજ ૨૦ લીટર પાણી ખરીદે છે. તેને પોતાના વોટર કૂલરમાં નાખે છે અને પછી નીકળી પડે છે સફર માટે. હકીકત છે કે સલીમ કોઈ મોટું કાર્ય નથી કરી રહ્યા પરંતુ તેમનું આ નાનું કાર્ય પણ દરેક માણસને પોતાના લેવલ પર કંઈક ને કંઈક કરવા માટે વિચારવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here