આ પાંચ વાતો જણાવે છે કે તમે ખોટો પાર્ટનર પસંદ કર્યો છે

0
1794

એવી ઘણી વાતો હોય છે કે જેના લીધે તમને ખબર પડી જાય છે કે તમને ખોયા વ્યક્તિને તમારો પાર્ટનર તરીકે પસંદ કર્યો છે. પણ આવી વાતોની ખબર હોવી જોઈએ અને તેને સમજવી પણ જોઈએ.

સંબંધોમાં પ્રેમ અને ભરોસો હોવો જરૂરી હોય છે. જો તમે પોતાના પાર્ટનર પર ભરોસો નથી કરતાં તો એ સંબંધ લાંબો સમય સુધી નથી ચાલતો. ઘણીવાર તમને એવું પણ ફીલ થાય છે કે તમારો પાર્ટનર બેસ્ટ છે પણ એવું નથી પણ હોતું. તમારો પ્રેમ એ વ્યક્તિ માટે એટલો બધો હોય છે કે તમને સમજી પણ નથી શકતા એ વ્યક્તિ તમારા માટે યોગ્ય છે કે નહીં. તમે એ વ્યક્તિ સાથે આખી જિંદગી વિતાવી શકશો કે નહીં.

Couple_04

તમારા પાર્ટનર સાથે તમારે આખી જિંદગી વિતાવતા પહેલા એ જાણી લેવું જરૂરી છે કે એ વ્યક્તિ તમારા માટે યોગ્ય છે કે નહીં. તેના માટે તમારે અમુક વાતોને ધ્યાન પર લેવાની છે અને જાણી શકશે કે એ વ્યક્તિ તમારા માટે યોગ્ય છે કે નહીં. અમે તમને અહી એ વાતો જણાવીશું કે જેના પરથી તમે જાણી શકશો.

Wrong Partner_01

બીજા કોઈના વખાણ કરવા : જો તમારો પાર્ટનર તમારી સાથે અન્ય કોઈ વ્યક્તિના વખાણ કરે છે અને તમને નીચા બતાવવાની કોશિશ કરે છે તો તમારે સમજી જવું જોઈએ કે તમારા પાર્ટનરને તમારા પ્રત્યે કોઈ લાગણી નથી રહી.

Sad Bored Woman at a Party Having No Fun

ખાસ પ્રસંગે ના બોલાવવા : જો તમને તમારો પાર્ટનર કોઈ ખાસ પ્રસંગોમાં નથી આમંત્રણ આપતા, જેમ કે બર્થડે, હાઉસ પાર્ટી, ડિનર વગેરે. જો તમને એવું કઈક મહેસુસ થાય તો સમજી જવું જોઈએ કે તમને એ તેના જીવનનો ભાગ નથી ગણતાં અને એ સંબંધો માટે યોગ્ય ના કહેવાય.

Wrong Partner_06

તમારી વાતોને ભૂલી જવી : ઘણી વાર એવું બને છે કે તમને તમારા પાર્ટનરની બધી વાતો યાદ રહેતી હોય અને તમને એ વાતોને ઘણું મહત્વ આપતા હોય. પરંતુ તમારા પાર્ટનરને તમારી કોઈ વાતો યાદ ન રહેતી હોય. એ વાત દર્શાવે છે કે તમારા પાર્ટનરને તમારું કોઈ મહત્વ નથી.

Wrong Partner_04

ભાવનાત્મક રીતે સાથે ના હોવું : શું તમારો પાર્ટનર તમને ખરાબ સમયમાં સાથ નથી આપતો અથવા તો ભાવનાત્મક રીતે તમને સાથે નથી આપતા? ખરાબ સમયમાં એકબીજાને હિંમત અને સાથ આપવો જરૂરી છે તેનાથી તમારી લાગણીનું બંધન વધારે મજબૂત બને છે. જો તમારો પાર્ટનર તમારા ખરાબ સમયમાં તમને સાથ નથી આપતો એનો મતલબ એવું છે કે એ તમારે લાયક નથી.

Wrong Partner_05

પાર્ટનર સાથે ખુશ ના હોવું : જો તમારો પાર્ટનર તમારી સાથે હોવા છતાં પણ ખુશ ના હોય તો સમજી જાઓ કે એ તમને ક્યારેય ખુશી નહીં આપી શકે અને ના તો પોતે તમારી સાથે ખુશ રહી શકશે. તમારી કોઈપણ વાત તેને ખુશી ના આપતી હોય તો એ સંકેત છે કે તમારે તેનાથી દૂર થઈ જવું જોઈએ.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here