શરીર નિરોગી હોય તો આપણે દરેક પ્રકારની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપી શકીએ છીએ પણ જો શરીર બિમારીથી ઘેરાયેલું હોય તો આપણે કોઈ કામ વ્યવસ્થિત કરી શકીએ નહીં અને આપણે બીજા ઉપર આધાર રાખવો પડે છે. એટલેજ કહેવત છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા”.
આજકાલ મોટાભાગે ડાયાબીટીસનો રોગ વધું જોવાં મળે છે. એક એવી માન્યતા છે કે, ડાયાબીટીસનો બીજો કોઈ ઈલાજ નથી. છતાં પણ ઘણાં લોકો એલોપેથીક દવાઓની આડઅસરથી બચવાં માટે આયુર્વેદિક દવાઓનાં અખતરાં કર્યાં કરે છે. આજે ડાયાબીટીસ માટે એક સારો ઇલાજ આપને બતાવી રહ્યાં છીએ. જે આપ સંકોચ વગર અજમાવી શકો છો. આ ઇલાજ માટે આંકડાનાં પાનની જરૂર પડશે. જે આપને આજુબાજુ માંથી સહેલાઇથી મળી રહેશે.
સૌ પ્રથમ વગડા માંથી સફેદ આંકડાનું એક પાન લઈ આવો. સફેદ આંકડાનાં પાન 40 દિવસ સુધી પગનાં તળીયે બાંધવા પડશે. હવે આ પાનનો ઉપયોગ કઇ રીતે કરવો તે સમજી લો.
આંકડાનું એક પાન પગનાં તળીયે ઊંધુ એવી રીતે બાંધવાનું છે જે આ સાથે તસવીરમાં જોઈ શકાય છે. આમાં ખાસ ખ્યાલ રાખશો કે, પાનનાં ડીંટીયાનો ભાગ પગનાં અંગુઠા પાસે આવવો જોઇએ. દરરોજ રાત્રે સુતી વખતે આઠ કલાક સુધી પાન બાંધવાનું છે. આ પાન બાંધીને એની માથે મોજુ પહેરી લેવું કે જેથી પગ માંથી નીકળી શકે નહીં.
ત્યાર બાદ સવારે ઉઠીને પાન કાઢી નાખવું. રોજ ૪૦ દિવસ આઠ કલાક સુધી આ પ્રયોગ ચાલું રાખવો. આ સમયે ડાયાબીટીસની જે દવા લેતાં હોય તે ચાલું રાખવી. પ્રયોગ ચાલું કર્યા પછી આઠમાં દિવસે ડાયાબીટીસનો રિપોર્ટ કરાવી લેવો. પ્રયોગ બાદ ચાલીસમાં દિવસે ઘટતાં ઘટતાં ડાયાબીટીસ ખતમ થઈ જશે.
એક અનુભવી જાણકારે આપેલી વિગતોનાં આધારે આ લેખ તૈયાર કર્યો છે. આમ છતાં કોઈ જાણકાર વૈદની દેખરેખ અને સલાહ પ્રમાણે આ પ્રયોગ કરવો.
સંકલન : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર)
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !