તનોટ માતા નું મંદિર જેસલમેર થી 130 કિમી દૂર ભારત-પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલું છે. આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. આમ તો આ મંદિર હંમેશાંથી આસ્થાનું કેન્દ્ર રહેલ હતું પરંતુ 1965 ની ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ આ મંદિર દેશ-વિદેશમાં પોતાના જ ચમત્કારોથી સુપ્રસિદ્ધ થઈ ગયું. 1965 ના યુદ્ધમાં પાકિસ્તાન તરફથી 3000 મંદિર પર નાખવામાં આવેલ હતા પરંતુ આ મંદિરની કાંકરી પણ ખરી ના હતી.
આ બોમ્બમાંથી 450 બોમ્બ તો એવા હતા જે મંદિરના પરિસરમાં પડેલા હતા અને ફાટયા ન હતા.આ બોમ્બ ને મંદિરના પરિસરમાં આવેલ એક સંગ્રહાલયમાં ભક્તોના દર્શન માટે રાખવામાં આવેલ છે. જે આ મંદિર પ્રત્યે ના પોતાના ભક્તોની આસ્થા માં વધારો કરે છે.
ઓગણીસો પાંસઠ ના યુદ્ધમાં આ મંદિરની જવાબદારી બીએસએફના હાથમાં હતી અને અહીંયા તેઓએ પોતાને એક ચોકી બનાવેલ હતી. મંદિરના પરિસરમાં એક વિદેશમાં પણ બનાવેલ છે જ્યાં દર વર્ષે ૧૬ ડિસેમ્બરના રોજ સૈનિકોની યાદમાં એક ઉત્સવ મનાવવામાં આવે છે.
તનોટ માતા ને આવળ માતા ના નામથી પણ ઓળખવામાં આવે છે આ હિંગળાજ માતાનું જ એક સ્વરૂપ છે. હિંગળાજ માતાની શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પણ આવેલ છે. દર વર્ષે ચૈત્ર નવરાત્રિમાં અહીં ખૂબ જ વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે.
ઘણા સમય પહેલા મામડિયા નામે એક ચારણ હતા. તેમને કોઈ સંતાન ન હતું, સંતાનપ્રાપ્તિની ઇચ્છા છે તેઓએ હિંગળાજ શક્તિપીઠ ની સાત વખત પદયાત્રા કરી હતી. એક વખત માતાએ સ્વપ્નમાં આવીને તેમની ઈચ્છા પૂછી તો ચારણ એ કહ્યું કે તમે મારા ઘરે જન્મ લો. માતાની કૃપાથી ચારણને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્રનો જન્મ થયો. તે સાત પુત્રીઓ માંથી એક આવળ ને વિક્રમ સવંત 808માં ચારણને ત્યાં જન્મ લીધો અને પોતાના ચમત્કાર દેખાડવાનું શરૂ કર્યું. એની સાથે પુત્રીઓ ચમત્કારોથી યુક્ત હતી.
ભારતીય સેનાના કોન્સ્ટેબલ કાન્હા જેવો પાછલા ચાર વર્ષથી સેવા આપી રહ્યા છે તેઓએ કહ્યું હતું કે માતા ખૂબ જ શક્તિશાળી છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે. અમારા માથા પર રહે છે અને દુશ્મનો અમારો વાળ પણ વાંકો કરી શકતા નથી.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !