દરેક મંદિરમાં પથ્થરની મુર્તિ હોય છે પરંતુ તમને એવું કહેવામા આવે કે તે મુર્તિ બોલે છે તો કદાચ તમને ભરોસો નહીં આવે. પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં માતાજીનું મંદિર આવેલું છે જેમાં મૂર્તિઓ તો પથ્થરની છે પરંતુ તેઓ એકબીજા સાથે વાત કરે છે. આશ્ચર્ય થયું ને તમને આ વાંચીને? પરંતુ આ વાત એકદમ સાચી છે અને આ કોઈ અંધવિશ્વાસ માનો કે માતાજીનો ચમત્કાર પરંતુ આ વાત એકદમ સાચી છે.
આપણે બધુ જ નકારી શકીએ છીએ પરંતુ દેવી-દેવતાઓના અસ્તિત્વ અને તેમની શક્તિઓને નથી નકારી શકતા. આપણે જે ચમત્કારી મંદિર વિશે વાત કરી રહ્યા છીએ તે મંદિર બિહારમાં બકસરમાં સ્થિત માતાજીનું એક એવું અદભૂત મંદિર છે જ્યાં પ્રવેશ કરતાં જ ભક્તોને દુર્ગા માતાજીની શક્તિઓનો આભાસ થવા લાગે છે. તમને એવું લાગે છે કે માતાજી તમારી આસપાસ જ છે. કેમ કે ત્યાની મૂર્તિઓ એકબીજા સાથે વાત કરે છે. આની પાછળના કારણની તપાસ કરવા માટે વૈજ્ઞાનિકો પણ આવેલા હતા પરંતુ તેઓને આના પાછળનું કારણ જાણવા મળેલ ન હતું.
આપણે જે મંદિર વિશે અહી અત્યાર સુધી વાત કરી એ મંદિર બિહાર સ્થિત બકસરમાં આવેલ રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી મંદિર નામથી પ્રસિધ્ધ છે. આ મંદિર તંત્ર સાધના માટે પણ પ્રખ્યાત છે. કહેવામા આવે છે કે મંદિરમાં કોઈ ના હોય ત્યારે ત્યાં કોઈનો અવાજ સંભળાય છે. અહી સાધના કરતાં દરેક સાધકોની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે.
મોડી રાત સુધી સાધકો આ મંદિરમાં સાધનામાં તલ્લીન રહે છે. મંદિરમાં મુખ્ય માતાજી રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી છે. તેમના સિવાય અહિયાં દસ મહાવિદ્યાઓ કાલી, ત્રિપુર ભૈરવી, ઘુમાવતી, તારા, છિન્ન મસ્તા, ષોડસી, માતંગડી, કમલા, ઉગ્ર તારા, ભુવનેશ્વરીની મૂર્તિઓ પણ સ્થાપિત છે. આ દસ મહાદેવીઓ સિવાય અહિયાં બંગલામુખી, દાતાત્રેય ભૈરવ, બટુક ભૈરવ, અન્નપૂર્ણા ભૈરવ, કાલ ભૈરવ અને માતંગી ભૈરવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલ છે.
રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી મંદિરની સૌથી અનોખી માન્યતા એ છે કે રાત્રિના સમયે અહિયાં સ્થાપિત કરવામાં આવેલ મૂર્તિઓમાંથી બોલવાનો અવાજ સંભળાય છે. મોડી રાતે અહિયાથી પસાર થતાં લોકોને આ આવજો સ્પષ્ટ રીતે સંભળાય છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ કોઈ વહેમ નથી પરંતુ આ મંદિરના પરિસરમાં થોડા શબ્દો ગુંજતા રહે છે. વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા અહિયાં રિસર્ચ કરવામાં આવેલ જેમાં તેઓએ જણાવેલ કે અહિયાં શબ્દો સતત ભ્રમણ કરતાં રહે છે. વૈજ્ઞાનિકો પણ માને છે કે અહિયાં કઈક તો અઘટિત થાય છે, જેના લીધે અહિયાં અવાજો આવે છે.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !