આ મહિલાએ કોઈપણ જાતની દવા કે કસરત વગર ઘટાડયું ૩૦ કિલો વજન, જાણો તેમની ટિપ્સ

0
7016

આજકાલ દરેક વ્યક્તિ શરીરમાં રહેલી ચરબીને કારણે પરેશાન છે તેમા પણ ખાસ કરીને મહિલાઓ જે PCOD નો શિકાર છે. PCOD ના કારણે શરીરમાં ઘણા બધા પરિવર્તનો દેખાઈ આવે છે જેમાં ખાસ કરીને અચાનક થી વજન વધે એ મુખ્ય કારણ છે. આજે અમે અહીંયા આર્ટીકલ ના માધ્યમથી અંશિકા શ્રીવાસ્તવની એક એવી સ્ટોરી પ્રસ્તુત કરશો જીવોને ઘણા વર્ષોથી PCOD ની બીમારી હતી અને આ કારણને લીધે જ તેમના શરીરમાં ચરબી વધવા લાગી અને ધીમે ધીમે મેદસ્વીતા વધતી ગઈ. આશિક અને શરીરમાં વધી રહેલા આ મેદસ્વિતાને કારણે ઘૂંટણમાં દર્દ અને પરેશાનીઓ શરૂ થઈ ગઈ.

ફક્ત આટલું જ નહીં પરંતુ રોજબરોજના નાના મોટા ગામોમાં પણ તેઓના શરીરમાં વધતી જતી આ મેદસ્વિતાને કારણે કામ પર પણ પ્રભાવ પડવા લાગ્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં અને જણાવ્યું હતું કે મેદસ્વિતાને કારણે તેઓએ બિલકુલ હાર માની ન હતી અને પોતાનું વજન ઘટાડવા માટે તેઓએ પૂર્ણ રીતે કુદરતી વસ્તુઓ નો આશરો લીધો હતો.

તેઓએ પોતાની બોડી ના આકાર બદલવા માટે અને આ બીમારીથી લડવા માટે પોતાની ડાયટમાં શું શું ફેરફારો કર્યા છે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમથી જણાવીશું. સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે તેઓએ વજન ઘટાડવા માટે કોઈ પણ મોંઘી ટ્રીટમેન્ટ નો આશરો લીધો ન હતો.

  • ઘટાડેલું વજન : ૩૨.૫ કિલોગ્રામ
  • વજન ઘટાડવામાં લાગેલો સમય : ૯ મહિના
  • સવાર અને રાત્રિનું ડ્રિંક : ગરમ હૂંફાળા પાણીમાં લીંબુ મિક્સ કરીને
  • સવારનો નાસ્તો : એક વાટકો ભરીને ઓટ્સ
  • બપોરનું જમવાનું : બાફેલા શાકભાજી થોડા નમક સાથે
  • રાત્રે નું જમવાનું : ઈંડાનો સફેદ ભાગ અને થોડું ફ્રુટ સલાડ
  • રાતના જમણ બાદ : ખીરાની સ્મુદી (ભૂખને દબાવી રાખે છે)

અંશિકા એ શરૂઆતના દિવસોમાં ઘરે એકલા વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું જેમાં તેણે યોગાસન, ચાલવું, દોરડા કૂદવા અને દાદર ચઢવા અને ઉતરવાનો વર્કઆઉટ કરતી હતી. ચાર મહિના બાદ તેણે જેમ જવાનું શરૂ કર્યું અને ત્યાં કાર્ડિયો એક્સરસાઇઝ પર ધ્યાન આપ્યું. વજન ઘટાડવા માટે મીઠી વસ્તુ ઉપર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી હતો જેના માટે તેણે શુગર અને આર્ટિફિશ્યલ મીઠી વસ્તુઓ ખાવાનું બંધ કરી દીધું જેના લીધે તેને વજન ઘટાડવામાં ખૂબ જ મદદ મળી.

અંશિકાં ને આ સમગ્ર કામ દરમિયાન તેમના પતિ તરફથી ખાસ્સો એવો સાથ સહકાર મળ્યો હતો. તેમણે ઘરની દીવાલો પર ઘણા જ પ્રેરણાત્મક વાક્યો બનાવીને પોસ્ટર લગાવ્યા હતા. આ વાક્ય વાંચીને અને પોતાને પણ વજન ઘટાડવામાં મદદ મળતી હતી.

અંશિકા એ જણાવ્યું હતું કે વજન વધવાને લીધે ધીરે ધીરે તેને પોતાની તંદુરસ્તીને લઈને પરેશાનિઓ ઉભી થઈ રહી હતી. થોડું ચાલવાથી અને થોડા જ દાદર ચડવાથી તેને શ્વાસ ચડવા લાગતો હતો. આ સિવાય પણ શરીરમાં સોજો આવવો અને ઘૂંટણમાં દુખાવો થવો જેવી પરેશાનીઓ પણ શરૂ થઈ ગઈ હતી. તેમણે સવારે વહેલા ઉઠવાની અને રાત્રે જલ્દી સુઈ જવાની આદત પાડી હતી. આ સિવાય પોતાના શરીરને એક્ટિવ રાખવા માટે તે નિયમિત વોક પણ કરતી હતી.

આપણું વજન ખૂબ જ આસાનીથી વધી જાય છે પરંતુ તેને ઘટાડવામાં બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ જો આપણે આપણી ખાવા-પીવાની આદતોમાં સુધારો કરીએ તો આ કામ ખૂબ જ સરળ બની જાય છે. અંશિકા જણાવે છે કે તેના વધેલા વજનને કારણે લોકોએ તેની ખૂબ જ મજાક ઉડાવી હતી પરંતુ તેણે પોતાના પર વિશ્વાસ રાખ્યો અને વજન ઓછું કર્યું હતું.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here