જેમ જેમ તમારી રિટાયરમેન્ટના દિવસો નજીક આવે છે. તેમ તેમ તમારે તમારા ભવિષ્યને વીતીય રૂપથી મજબૂત કરવાની ચિંતા સતાવવા લાગે છે. જો તમે પણ તે ચિંતામાં છો જેને રિટાયરમેન્ટના પછી પોતાના ભવિષ્યને લઇને ચિંતા છે તો કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના તમારા માટે કામમાં આવી શકે છે. હજી સુધી સરકારે આ કદમથી લગભગ 1.25 કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે. ઓછી ઇન્કમ વાળા વર્ગના લોકો માટે સરકારની આ પોપ્યુલર સ્કીમ બે વિકલ્પો છે. આવો જાણીએ કે તમે પણ આ સ્કીમનો લાભ કેવી રીતે ઉઠાવી શકો છો.
ટેક્સ છૂટ નો પણ મળશે લાભ
મોદી સરકારની આ યોજના નો લાભ લેવા માટે તમારી ન્યુનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા માંગો છો તો તેના માટે તમારે એક ખાતું ખોલવાનું રહેશે. આ સ્કીમ મા તમારે 60,000 રૂપિયા વર્ષના કે પાંચ હજાર રૂપિયા પ્રતિ મહિને પેન્શન મળે છે. તેમજ આ સ્કીમમાં તમને આઈકર અધિનિયમના દ્વારા સેક્શન 80C દ્વારા તમને ટેક્સ છૂટ નો પણ લાભ મળશે.
તેના માટે તમારે કેટલીક બેંકોમાં પોતાનુ ખાતુ ખોલવવાનું રહેશે. જેમાં શરૂઆતી પાંચ વર્ષમાં સરકાર પણ તમને ખાતામાં યોગદાન દેશે. આમાં એક ખાસ વાત એ છે કે જો 60 વર્ષ પહેલા કે પછી ખાતાધારકને મોત થઈ જાય તો પેન્શનની રકમ ખાતાધારકને પત્નીને મળશે. પતિ-પત્ની બન્નેની મોત થઈ જશે તો નોમીની ને પેન્શન મળશે.
કેટલું કરવું પડશે રોકાણ
આ સ્કીમમાં જો તમે 18 વર્ષની ઉંમરમાં ખાતું ખોલાવો છો. તો તમારે પ્રતિ મહિને 210 રૂપિયા પ્રતિ મહિને જમા કરાવવાના રહેશે. 210 રૂપિયા પ્રતિ મહિને જોઈએ તો દર વર્ષે ફક્ત 2,520 રૂપિયા જ જમા કરાવવાના રહેશે. આ રકમ તમારે ૬૦ વરસની ઉંમરે સુધી દર મહિને જમા કરાવવાની રહેશે.
જે તમે 60 વર્ષની ઉંમર ને પાર કરશો તો તો તમારા ખાતામાં 5000 રૂપિયા પ્રતિ મહિને પેન્શન ના રૂપમાં આવશે. વાર્ષિક રીતે જોઈએ તો આ રકમ 60,000 રૂપિયા તમને પેન્શન ના રૂપમાં મળશે આ પ્રકારે તમારે તરફથી કુલ નિવેશ ની વાત કરીએ તો આજે માત્ર 1.05 લાખ રૂપિયાનો નિવેશ કરી રહ્યા છો અને 60 વરસ પછી પૂરે જિંદગીને 60 હજાર રૂપિયા પ્રતિ વર્ષ મળતા રહેશે.
કેવી રીતે કરવાનું રોકાણ
આ સ્કીમ માં તમારે નિવેશના બે વિકલ્પ હશે તમારી પાસે ત્રણ મહિને કે છ મહિને ના હિસાબથી નિવેશ કરવાનો વિકલ્પ છે. જો તમે ત્રણ મહિને હિસાબથી પૈસા જમા કરાવો છો. તો તમારે દર ત્રણ મહિને કેવળ 626 રૂપિયા દેવાના રહેશે .જો તમે છ મહિને હિસાબથી તમારો પૈસા જમા કરાવો છો તો છ મહિનામાં ૧૨૩૯ રૂપિયા દેવાના રહેશે. 18 વર્ષની શરૂઆત હિસાબથી તમારે 42 વર્ષ સુધી નિવેશ કરવાનો રહેશે.
જેમાં તમારે કેવળ 1.05 લાખ રૂપિયા જ નિવેશ કરવાના રહેશે. તમારે આ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તમે કઈ ઉંમરમાં આ સ્કીમ દ્વારા નીવેશ કરી રહ્યા છો. તેની સાથે હિસાબ કરવાનું રહેશે કે તમારે દર મહિને કેટલો નિવેશ કરવાનું છે. આ સ્કીમ વિષે તમે અટલ પેન્શન સ્કીમ ની આધિકારિક વેબસાઇટ પર અધિક જાણકારી પ્રાપ્ત કરી શકો છો.