આ કારણથી ભગવાનને ચઢાવવામાં આવનાર ભોગમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવામાં નથી આવતો, જાણો આ પૌરાણિક કથા

0
1686

લસણ અને ડુંગળી એવી વસ્તુ છે જેના વગર રસોઈમાં સ્વાદ જ નથી આવતો. આ બંનેના સેવનથી શરીર ના ઘણા બધા રોગો પણ દૂર થાય છે. લસણ પેટની સમસ્યાઓને દૂર કરે છે. અને ડુંગળી વાળ તથા શરીર માટે ખૂબ જ લાભકારી છે.

તમે જાણતા હશો કે ભગવાનના ભોગમાં ભૂલથી પણ લસણ કે ડુંગળીનો પ્રસાદ મૂકવામાં આવતો નથી. ઘણા ધર્મ એવા પણ છે કે જેમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેની પાછળ ઘણાં વૈજ્ઞાનિક કારણો પણ બતાવ્યા છે. પરંતુ તેની પાછળ એક પૌરાણિક કથા છે જેના વિશે આજે તમને જણાવીશું.

દેવતાઓ અને અસુરોએ કર્યું અમૃત મંથન

એક વખત અમૃત માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે સમુદ્રમંથન થયું. તે સમુદ્રમંથનમાં ઘણું બધું સોનુ ઘોડાઓ હાથીઓ નીકળ્યા જેને એકબીજાએ ભાગ પાડી લીધા. તે જ સમુદ્રમંથનમાંથી ઝેર પણ નીકળ્યો જેને શિવજી પોતાના ગળામાં સમાવી લીધું. અને તેમનું ગળું પણ લીલું પડી ગયું હતું. તેના પછી જ્યારે અમૃત નીકળ્યું ત્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે ઝપાઝપી થઈ અમૃત કોઈપણ સંજોગોમાં દેવતાઓની જ લેવાનું હતું જો રાક્ષસોથી અમૃતને પી લે તો તે અમર થઈ જતા.

રાક્ષસો અમૃતના ખીલે તે માટે ભગવાન વિષ્ણુ એ મોહિની સ્વરૂપ ધારણ કર્યું. રાક્ષસો મોહીને સામે જોઈને પ્રભાવિત થવા લાગ્યા. મોહિની રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુ અમૃત વહેંચવા લાગ્યા. રાહુ અને કેતુ આ બંને રાક્ષસોથી રાહ ના જોવાઈ તો તે કપટ કરીને દેવતાઓ વચ્ચે આવીને બેસી ગયા. ભગવાને રાક્ષસોને દેવતા સમજીને અમૃતના બે ટીપાં આપી દીધી. ત્યારે સૂર્ય અને ચંદ્રમા ને તે વાતની ખબર પડી અને  તેમણે ભગવાનને કહ્યું કે તમે રાક્ષસોને અમૃત વહેંચી રહ્યા છો. ત્યારે ભગવાને રાહુ અને કેતુના માથા ધડથી  કાપી નાખ્યા. તેના પછી રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રમા ઉપર ગ્રહણ કરવા લાગ્યા.

આ કારણને લીધે ભગવાનને નથી ચઢાવવામાં આવતો ભોગ

તે બન્નેના માથા કપાઈ ગયા અને અમૃત તેમના શરીરમાં ના પહોંચ્યું તે બંનેનું મૃત્યુ થઈ ગયું. પણ તે બંનેના મોઢામાં અમૃત ગયું હતું. તેથી બંનેના મુખ અમર થઈ ગયા. ભગવાને જ્યારે માથું કાપ્યું ત્યારે અમૃતના ટીપાં લોહીના સ્વરૂપમાં જમીન ઉપર પડી તેનાથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઈ. અમૃતથી ઉત્પન્ન થયા હોવાના કારણે તે રોગ ખતમ કરી દેવાનો ગુણ અને જીવન આપનારી માનવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું ગણવામાં આવે છે. પરંતુ રાક્ષસોના મુખમાંથી ઉત્પન્ન થવાના કારણે દેવતાઓના ભોગમાં તેનો ઉપયોગ નથી કરી શકાતો.

ધર્મ અનુસાર લસણ અને ડુંગળી સારી અને પવિત્ર શાકભાજી નથી ગણવામાં આવતી. એ કહેવામાં આવે છે કે આ બંનેથી શરીરમાં ગરમી અને તેની સાથે સાથે જૂનુંન, ઉત્તેજના, અજ્ઞાનતા, તામસિક પ્રવૃત્તિઓમાં વધારો કરે છે. તેનું સેવન કરવાથી એકાગ્રતામાં વધારો નથી થતો મને ભગવાનનું ધ્યાન નથી થઈ શકતુ. અધ્યાત્મક કામોમાં ડુંગળી અને લસણ અવરોધરૂપ છે. એટલા માટે જે વ્યક્તિ તેનું સેવન કરી હોય તેણે નાહ્યા વગર કે મોઢું સાફ કર્યા વગર ભગવાનની પૂજા  ના કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here