હનુમાન જયંતીનો પર્વ દેશભરમાં હનુમાન ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીના ભક્ત એના જન્મદિવસના રૂપમાં મનાવે છે. કહેવાય છે કે સમસ્યાઓથી પીડાયેલા જે કોઈપણ વ્યક્તિ આ દિવસે હનુમાનજીને સાચા મન થી યાદ કરી લે છે તો તેને દુનિયાની કોઈ પણ સમસ્યા પરેશાન કરી શકતી નથી. તો આવો જાણીએ હનુમાન જયંતી પર કયા ઉપાયો કરવાથી ફાયદો મળે છે તેના વિશે.
- આ દિવસે હનુમાનજીને દેશી ઘી થી બનેલા ભોજનનો ભોગ લગાવવો જોઈએ અને ગરીબ જરૂર મંદ લોકોને ભોજન કરાવવું જોઈએ. તેનાથી દુશ્મન તમારી ઉપર હાવી થઈ શકશે નહીં.
- હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચઢાવો. તેનાથી જલ્દી જ તમારા વેપાર સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે અને વ્યાપારમાં વૃદ્ધિ થશે.
- હનુમાનજીની સિંદુરી રંગનો લંગોટ પહેરાવવા થી ફાયદો આવે છે. તેનાથી શારીરિક રોગ અને બીમારીઓ જલ્દી થી મુક્તિ મળી જાય છે.
- હનુમાનજીને નારિયેળ અર્પણ કરો. ગુંદી ના લાડવાનો ભોગ લગાવો કારણકે ગુંદી ના લાડવાનો ભોગ લગાવવાથી હનુમાનજી ખૂબ જ ખુશ થાય છે.
- હનુમાનજીની મૂર્તિ પર જ ચમેલી નું તેલ ચઢાવવાથી તમને ફાયદો થશે. તેની સાથે હનુમાનજીના મંદિરમાં સરસવના તેલનો દીવો જરૂર જલાવો.
- હનુમાનજી ને પાનનું બીડું અર્પણ કરવુ શુભ માનવામાં આવે છે. તેના પરિણામ સ્વરૂપ જલ્દીથી તમારા બધી જ મુશ્કેલીઓ નું નિવારણ થઈ જાય છે.
- પીપળાના પાંદડા ને ગંગાજળથી સાફ કરીને સિંદૂર પર રામ નામ લખીને એક દોરામાં પરોવી લ્યો અને હનુમાનજીને પહેરાવો જલ્દી હનુમાનજીની કૃપા મળી જશે.
- હનુમાનજીને પીપળાના પાંદડા ચઢાવવાથી તમારા જીવનની પૈસાની તંગી ના કારણે જે કંઈ પણ પરેશાની હશે તે દૂર થઈ જશે સાથે જ તમારી દરેક મનોકામના પૂરી થઈ જશે.
- હનુમાન મંદિરમાં જઇને હનુમાન ચાલીસા, બજરંગ બાણ વગેરે વિભિન્ન હનુમાનજીની પુસ્તકો વાંચો તેનાથી જલ્દી દરેક કષ્ટોનું નિવારણ થઈ જશે.
- ગુલાબના ફૂલ અને ગુલાબની માળા હનુમાનજીની મૂર્તિ પર ચઢાવો તેનાથી જલ્દી જીવનમાં ખરાબ સમયનો અંત થાય છે.
જો તમે પણ હનુમાનજીના પરમ ભક્ત હોય તો કોમેન્ટ બોક્સમાં જય હનુમાન જરૂરથી લખજો.