સામાન્ય રીતે તો આ સમગ્ર દુનિયામાં સફરજનને પૌષ્ટિક ફળ માનવામાં આવે છે. હકીકતમાં સફરજન ના બી માં એવા તત્વ હોય છે જે શરીરમાં પહોંચીને ઝેર બની જાય છે. આ એટલા ખતરનાક હોય છે કે એક નિશ્ચિત માત્ર આથી વધારે બી ભૂલથી શરીરમાં પહોંચી જાય તો થોડી જ મિનિટોમાં મૃત્યુ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે શું હોય છે આ તત્વ અને શરીરમાં પહોંચીને કેવી રીતે કામ કરે છે.
આમ તો કુદરતી રીતે બધા જ ફળો ના બી ની આસપાસ એક મજબુત કોટિંગ હોય છે. ફળ ખાનાર વ્યક્તિ આગ કોટિંગ ના કારણે ભૂલથી બી ખાઈ લે તો તેને ચાવી નથી શકતો. પરંતુ સફરજન ના બી નરમ અને આકારમાં નાના હોય છે. તેવામાં સફરજન ખાતા સમયે ભૂલથી બી ખાઇ જવા એ નવાઇની વાત નથી. પરંતુ બી ની અંદર એમિગડેલિન નામનું તત્વ હોય છે જે શરીરની અંદર પહોંચીને ઘાતક સાબિત થઈ શકે છે. એમિગડેલિન એક સાઈનોજેનિક ગ્લાયકોસાઇડ છે જે સાઈનાઈડ અને સુગર સાથે મળીને બને છે.
ઓછી માત્રામાં બી ખાઈ જવા પર ઉલટી, ગભરામણ, માથાનો દુખાવો તથા પેટનો દુખાવો જેવી સમસ્યાઓ થવા લાગે છે. હાલત ગંભીર હોય તો શ્વાસ લેવામાં પરેશાની, પરસેવો થવો, બ્લડપ્રેશર ઓછું થવું જેવા લક્ષણો દેખાઈ આવે છે.
શ્રીદેવી અભિનીત મોમ ફિલ્મમાં પોતાની દીકરીના બળાત્કારીઓ સાથે બદલો લેવા માટે શ્રીદેવી આ પ્રયોગ નો ઉપયોગ કરે છે. તે એક અપરાધીને સફરજન ના બી ખવડાવી ને મારી નાખે છે. ફક્ત સફરજન જ નહીં પરંતુ તેની જેવા જ બીજા ફળોના બીમાં પણ જે મળી આવે છે. પરંતુ સફરજનમાં ઝેરનું પ્રમાણ સૌથી વધારે માત્રામાં હોય છે. એક સફરજન માં લગભગ 0.06 થી 0.24 મિલિગ્રામ સાઈનાઈડ હોય છે.
Centers for Disease Control and Preventioin (CDC) અનુસાર જો કોઈ ભૂલથી ઝીરો પણ ઝીરો પાંચ થી લઇ 3.5 મિલિગ્રામ સુધી સફરજન ના બી ખાઈ લે તો તેની તબિયત ખરાબ થઈ શકે છે અથવા શરીર કમજોર થવું તથા વધારે ઉંમરના વ્યક્તિની મોત પણ થઈ શકે છે. વળી વધારે અથવા ઓછા ઝેરીલા હોવું એ સફરજન ના પ્રકાર પર નિર્ભર કરે છે.
સાઈનાઈડ એક ખાસ પ્રકારે કામ કરે છે. શરીરમાં પહોંચીને મગજ અને હૃદય સુધી ઓક્સિજનની પૂર્તિ પર અસર પાડે છે. તેનાથી વ્યક્તિ સ્થાયી-અસ્થાયી રોગથી કોમામાં જઈ શકે છે અથવા તેનું મૃત્યુ થઈ શકે છે. જૂના જમાનામાં શાસકોના સમયમાં અને વિશ્વ યુદ્ધ દરમિયાન દુશ્મનો ને મારવા માટે સાઈનાઈડ નો ઉપયોગ કરવામાં આવતો હતો.